- અભિનેતા મનોજ બાજપેયીના પિતાનું નિધન
- દિલ્હીમાં લાંબી માંદગી બાદ નિધન થયું
- નિગમ બોધ ઘાટ ખાતે કરવામાં આવશે અંતિમ સંસ્કાર
નવી દિલ્હી: બોલીવૂડ અભિનેતા મનોજ બાજપેયી (Manoj Bajpayee)ના પિતાનું નિધન થઈ ગયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. અઠવાડિયા પહેલા જ તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. દિલ્હીના નિગમ બોધ ઘાટ (Nigam Bodh Ghat Delhi) પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
મનોજ બાજપેયી શૂટિંગ અટકાવીને દિલ્હી આવ્યા
ઉલ્લેખનીય છે કે બોલીવૂડ અભિનેતા મનોજ બાજપેયીના પિતા દિલ્હીમાં એક હૉસ્પિટલમાં ભરતી હતા. ડૉક્ટરોએ એક્ટરના પિતાની હાલત ગંભીર જણાવી હતી. અભિનેતા મનોજ બાજપેયીને તેમના પિતાના બીમાર હોવાના સમચાર મળ્યા તો તેઓ કેરળમાં શૂટિંગ છોડીને દિલ્હી માટે રવાના થઈ ગયા હતા. મનોજ બાજપેયીના પિતા રાધાકાંત વાજપેયી ખેડૂત હતા.
કમાલ આર ખાનની વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો
મનોજ બાજપેયી અત્યારે કેરળમાં પોતાના નવા પ્રોજેક્ટને લઇને વ્યસ્ત છે. તાજેતરમાં મનોજ બાજપેયી ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે કમાલ આર ખાન (Kamal R Khan)ની વિરુદ્ધ ઇન્દોરમાં માનહાનિનો કેસ નોંધાવ્યો હતો.