ગુજરાત

gujarat

ETV Bharat / bharat

FIH 2023 હોકી વર્લ્ડ કપ ટ્રોફી પ્રવાસ શરૂ, નવીન પટનાયકે હોકી ઈન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીને સોંપી

FIH 2023 હોકી વર્લ્ડ કપ (FIH 2023 Hockey World Cup) ભારતમાં 13 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. ટ્રોફીનો પ્રવાસ સોમવારે શરૂ થયો જ્યારે ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે (Odisha Chief Minister Naveen Patnaike) તેને હોકી ઈન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીને સોંપી હતી.

Etv BharatFIH 2023 હોકી વર્લ્ડ કપ ટ્રોફી પ્રવાસ શરૂ, નવીન પટનાયકે હોકી ઈન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીને સોંપી
Etv BharatFIH 2023 હોકી વર્લ્ડ કપ ટ્રોફી પ્રવાસ શરૂ, નવીન પટનાયકે હોકી ઈન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીને સોંપી

By

Published : Dec 6, 2022, 10:02 AM IST

Updated : Dec 6, 2022, 1:48 PM IST

ભુવનેશ્વર:FIH મેન્સ 2023 હોકી વર્લ્ડ કપ (FIH 2023 Hockey World Cup) ટ્રોફી પ્રવાસ સોમવારે ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે (Odisha Chief Minister Naveen Patnaike) હોકી ઈન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીને (Hockey India President Dilip Tirkey) સોંપીને શરૂ કર્યો. ટ્રોફી પ્રવાસની સફળતાની શુભેચ્છા પાઠવતા પટનાયકે કહ્યું કે ટીમો અને ચાહકો માટે આ એક યાદગાર વર્લ્ડ કપ બની રહેશે. "મને આશા છે કે હોકી મેન્સ વર્લ્ડ કપ ટ્રોફી ટુર સમગ્ર ભારતમાં વર્લ્ડ કપ માટે ઉત્સાહ પેદા કરશે," તેણે કહ્યું. અમે 16 ટીમોની યજમાની કરીશું અને મેચ ભુવનેશ્વર અને રાઉરકેલામાં રમાશે. આ કાર્યક્રમમાં ઓડિશાના રમતગમત પ્રધાન તુષારકાંતિ બેહરા અને હોકી ઈન્ડિયાના જનરલ સેક્રેટરી ભોલાનાથ સિંહ પણ હાજર હતા.

29 જાન્યુઆરીએ ફાઇનલ રમાશે:આ ટુર્નામેન્ટ 13 જાન્યુઆરીથી શરૂ થશે અને 29 જાન્યુઆરી સુધી ચાલશે. ટ્રોફી 25 ડિસેમ્બરે ઓડિશા પરત ફરતા પહેલા આગામી 21 દિવસમાં પશ્ચિમ બંગાળ, આસામ, દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુ સહિત 13 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં જશે. ઓડિશા પરત ફર્યા બાદ ટ્રોફી રાજ્યના તમામ જિલ્લાઓનો પ્રવાસ કરશે. અધિકારીઓએ જણાવ્યું કે, ટ્રોફીને હોકી માટે પ્રખ્યાત સુંદરગઢ જિલ્લાના 17 બ્લોકમાં પણ લઈ જવામાં આવશે. ત્યારબાદ ટ્રોફી ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં પરત ફરશે જ્યાં 29 જાન્યુઆરીએ ફાઇનલ રમાશે.

Last Updated : Dec 6, 2022, 1:48 PM IST

ABOUT THE AUTHOR

...view details