- રશિયાએ મંગળવારે નવા લડાકૂ વિમાનના શરૂઆતી મોડલને રજૂ કર્યું
- આ વિમાન સ્ટિલ્થ (દુશ્મનની રડારની નજરમાં ન આવે)ની ક્ષમતા અને અન્ય અત્યાધુનિક વિશેષતાઓથી યુક્ત છે
- પાંચમી પેઢીનું સુખોઈ ચેકમેટ (Checkmate) અમેરિકાના અત્યાધુનિક એફ 35 લડાકૂ વિમાનને (Fighter Plane) ટક્કર આપશે
નવી દિલ્હીઃ રશિયન વિમાન નિર્માતાએ મંગળવારે પોતાના નવા લડાકૂ વિમાન (Fighter Plane)ના શરૂઆતી મોડલને રજૂ કર્યું હતું, જે સ્ટિલ્થ (દુશ્મનની રડારની નજરમાં ન આવે)ની ક્ષમતા અને અન્ય અત્યાધુનિક વિશેષતાઓથી યુક્ત છે. માસ્કોની બહાર ઝૂકોવ્સ્કીમાં એમએકેએસ (MAKS) 2021 ઈન્ટરનેશનલ એવિએશન એન્ડ સ્પેસ સલૂનમાં પ્રદર્શિત સંભવિત લડાકૂ વિમાનનું નિરીક્ષણ કર્યું હતું. પાંચમી પેઢીનું સુખોઈ ચેકમેટ અમેરિકાના અત્યાધુનિક એફ 35 લડાકૂ વિમાનને ટક્કર આપશે. એવી સંભાવના દર્શાવાઈ રહી છે કે, ભારતે આ લડાકૂ વિમાનમાં રૂચિ બતાડી છે અને આનો ટૂંક જ સમયમાં ઓર્ડર આપી શકે છે.
આ પણ વાંચો-ભારતીય નૌસેનાએ બે MH-60R મલ્ટી રોલ હેલિકોપ્ટરની પ્રથમ બેચ સ્વીકારી
ભારત, કેટલાક આફ્રિકી દેશો અને વિયેતનામની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યું વિમાન
રશિયાના નાયબ વડાપ્રધાન યુરી બોરિસોવે (Russian Deputy Prime Minister Yuri Borisov) પ્રેઝન્ટેશનમાં કહ્યું હતું કે, આ લડાકૂ વિમાન (Fighter Plane) ભારત, કેટલાક આફ્રિકી દેશો અને વિયેતનામની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યું છે. આ વિમાનની માગ ઘણી વધારે છે. ટૂંક જ સમયમાં ઓછામાં ઓછા 300 લડાકૂ વિમાનની માગ થઈ શકે છે. આ આયોજનમાં ભારતના લોકો પણ સામેલ હતા, જે વિમાન પ્રતિ પોતાની રૂચિ બતાવી રહ્યા હતા. સુખોઈએ 6 વર્ષની અંદર વિમાન આપવાની જોગવાઈ રાખી છે.
આ પણ વાંચો-Agni Prime Missile - અબ્દુલ કલામ ટાપુ પરથી અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરિક્ષણ