- ઉત્તરાખંડમાં વકરી રહ્યો છે કોરોના
- 48 ક્લાકમાં જ મૃત્યુ પામી રહ્યાં છે દર્દીઓ
- લોકોની બેદરકારી બની રહી છે મૃત્યુનું કારણ
ન્યૂઝ ડેસ્ક: ઉત્તરાખંડમાં મૃત્યુદર વધતા રાજ્યમાં વધતો કોરોના મુશ્કેલીનું કારણ બન્યો છે. પ્રદેશમાં મૃત્યુઆંક દેશના આંકડાને પણ ક્યાંય પાછળ રાખી ચુક્યો છે. રાજ્ય સરકારે કોરોનાને કારણે થતી મોત અંગે એક કમિટીનું નિર્માણ કર્યું છે. આ કમિટીએ તારવ્યું છે કે પ્રદેશમાં હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓમાંથી 50% દર્દીઓ 48 ક્લાકમાં જ પોતાનો જીવ ગુમાવી બેસે છે. ઘણા લોકો પોતે સંક્રમિત હોવાની માહિતી છુપાવે છે અથવા કોરોનાની તપાસ કરવતા અટકે છે. આ રીતે મોડી સારવાર શરૂ કરનાર દર્દીઓ મૃત્યુ પામે છે. કમિટીના અધ્યક્ષે જણાવ્યું કે લોકોની બેદરકારીના કારણે સમસ્યાઓ વધી રહી છે આવા દર્દીઓ હૉસ્પિટલ પહોંચતા જ 24 કે 48 ક્લાકમાં જીવ ગુમાવી બેસે છે.
વધુ વાંચો:કોરોના સામે અમેરિકાનો મોટો નિર્ણય, 12થી 15 વર્ષના બાળકોને પણ અપાશે વેક્સિન