ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફિફા વર્લ્ડ કપ પ્રેક્ટિસ મેચ: મેસ્સીના ગોલથી આર્જેન્ટિનાએ યુએઈને 5-0થી હરાવ્યું - કતારમાં ફિફા વલ્ડકપ

વિશ્વ કપ (FIFA World Cup 2022) પહેલા આર્જેન્ટિનાની અંતિમ પ્રેક્ટિસ મેચ (FIFA World Cup Practice Match) દરમિયાન, 7 વખતના બેલોન ડી'ઓર એવોર્ડ વિજેતા લિયોનેલ મેસીએ (Lionel Messi) હાફ ટાઈમ પહેલા ટીમ માટે ચોથો ગોલ કર્યો હતો. કતારમાં ફિફા વલ્ડકપની ઈવેન્ટ 20 નવેમ્બર 2022 થી 18 ડિસેમ્બર 2022 સુધી ચાલશે.

Etv Bharatફિફા વર્લ્ડ કપ પ્રેક્ટિસ મેચ: મેસ્સીના ગોલથી આર્જેન્ટિનાએ યુએઈને 5-0થી હરાવ્યું
Etv Bharatફિફા વર્લ્ડ કપ પ્રેક્ટિસ મેચ: મેસ્સીના ગોલથી આર્જેન્ટિનાએ યુએઈને 5-0થી હરાવ્યું

By

Published : Nov 17, 2022, 4:32 PM IST

અબુ ધાબી:વિશ્વ કપ (FIFA World Cup 2022) પહેલા આર્જેન્ટિનાની અંતિમ પ્રેક્ટિસ મેચ દરમિયાન લિયોનેલ મેસ્સી મેદાન પર રહ્યો અને તેની ટીમે યુએઈને 5-0થી હરાવતાં ગોલ કર્યો. આ સાથે, ખિતાબના પ્રબળ દાવેદારોમાંના એક આર્જેન્ટિનાએ તેની અજેયતાનો સિલસિલો 36 મેચ સુધી લંબાવ્યો. મેસ્સીએ ઈન્ટરવલ પહેલા ટીમ માટે ચોથો ગોલ કર્યો હતો. આ પહેલા તેણે જુલિયન ઈવારેસના ગોલમાં પણ મદદ કરી હતી જેણે આર્જેન્ટિનાને 17મી મિનિટે લીડ અપાવી હતી. ટીમ માટે એન્જલ ડી મારિયાએ 2 ગોલ કર્યા હતા જ્યારે જોકુન કોરિયાએ 1 ગોલ કર્યો હતો.

વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત: મેસ્સીએ (Lionel Messi) આર્જેન્ટિના માટે છેલ્લી 5 મેચમાં 10 ગોલ કર્યા છે અને તેના આંતરરાષ્ટ્રીય ગોલની સંખ્યા 91 પર પહોંચી ગઈ છે. આર્જેન્ટિના 22 નવેમ્બરે ગ્રુપ Cમાં સાઉદી અરેબિયા સામે તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. સ્પેનના ગિરોનામાં છેલ્લી પ્રેક્ટિસ મેચમાં મેક્સિકો સ્વીડન સામે 1-2થી હારી ગયું. ક્રોએશિયાએ સાઉદી અરેબિયાને રિયાધમાં આંદ્રેજ ક્રામેરિકના ગોલની મદદથી 1-0થી હરાવ્યું હતું.

રોબર્ટ લેવાન્ડોવસ્કી મેક્સિકો સામે રમશે: બીજી તરફ (FIFA World Cup 2022 in Qatar) જર્મનીએ મસ્કતમાં નવોદિત નિક્લાસ ફાલ્કરુગના ગોલની મદદથી ઓમાનને 1-0થી હરાવ્યું હતું. ક્રિસ્ટોફ પિયાટેકના મોડા ગોલને કારણે પોલેન્ડે વોર્સોમાં ચિલીને 1-0થી હરાવ્યું. સ્ટાર ખેલાડી રોબર્ટ લેવાન્ડોવસ્કી આ મેચમાં રમ્યો ન હતો, પરંતુ તે વર્લ્ડ કપમાં 22 નવેમ્બરે મેક્સિકો સામે ટીમની પ્રથમ મેચમાં રમે તેવી આશા છે.

ABOUT THE AUTHOR

...view details