- કેટલીક મર્યાદાઓ ઓળંગવામાં આવી
- બંધારણની રેખાઓનું ઉલ્લંઘન
- વિધાનસભાએ પણ રેખાઓ પાર કરી
કેવડિયાઃ ફટાકડા પર અદાલતના નિર્ણયને ન્યાયધીશોની નિયુક્તિમાં કાર્યકારીની ભૂમિકા નિભાવવાની મનાઇ કરવાનું ઉદાહરણ આપી ઉપરાષ્ટ્રપતિ અમ વેંકૈયા નાયડૂએ કહ્યું કે, કેટલાક નિર્ણયોથી પ્રતિત થાય છે કે, ન્યાયપાલિકાનો હસ્તક્ષેપ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે, બંધારણ હેઠળ નિર્ધારિત મુજબ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર તેમના અધિકારક્ષેત્ર હેઠળ કામ કરવા માટે બંધાયેલા છે.
કેટલીક મર્યાદાઓ ઓળંગવામાં આવી
ઉપરાષ્ટ્રપતિએ સમ્મેલનમાં વિધાનસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે સમન્વયએ જીવંત લોકતંત્રની કુંજી વિષય પર સંબોધન કર્યું હતું. નાયડૂએ કહ્યું કે આ ત્રણેય અંગ એક બીજાના કાર્યોમાં હસ્તક્ષેપ કર્યા વગર કામ કરી રહ્યા છે, જેથી સૌહાર્દ બની રહ્યો છે. તેમણે વધુમાં ક્હ્યું કે, જેમાં પરસ્પર સન્માન, જવાબદારી અને ધૈર્યની જરૂર હોય છે. એવાં કેટલાય ઉદાહરણ છે, જેમાં સીમાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે એટલે કે, આ હદોને વટાવી નિર્ણય લેવામાં આવ્યાં છે.