- વડાપ્રધાન મોદી સહિત દેશ-વિદેશના નેતાઓએ પાઠવી શુભેચ્છા
- મુખ્યપ્રધાન યોગીએ પાઠવી હોળીની શુભેચ્છા
- ગૃહપ્રધાન અમિત શાહે આપી હોળીની શુભકામના
હૈદરાબાદ: રંગો અને ગુલાલનો તહેવાર હોળી દેશભરમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે અને વિદેશી દેશોમાં પણ આ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમેરિકા કે પાકિસ્તાનમાં દરેક જગ્યાએ લોકો હોળીનો તહેવાર આનંદ સાથે ઉજવી રહ્યા છે.
મુખ્યપ્રધાન યોગીએ પાઠવી હોળીની શુભેચ્છા
યુપીના સીએમ યોગી આદિત્યનાથે ટ્વિટ કર્યું છે કે, અસત્ય પર સત્યની જીતનો ઉત્સવ મહાપર્વ હોળીની તમામ લોકોને હાર્દિક શુભેચ્છાઓ. ભગવાનને પ્રાર્થના છે કે, પ્રેમ, ઉલ્લાસ અને આનંદને સમર્પિત આ ઉત્સવ આપણી એકતા અને સદ્ભાવનાનો રંગ વધારે ગાઢ કરે. તમારા બધાનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિના રંગથી ભરાઈ જાય.
આ પણ વાંચો: આવી રીતે થતી હતી લાલુની કુર્તા ફાડ હોળી, જૂઓ તસ્વીરો
ગૃહપ્રધાન અમિત શાહે આપી હોળીની શુભકામના
ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટ કરીને સમગ્ર દેશવાસીઓને હોળીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે રંગ, ઉત્સાહ, એકતા અને સદ્ભાવનાનું આ મહાપર્વ તમારા સૌને સુખ, શાંતિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય.
ગૃહપ્રધાન અમિત શાહે આપી હોળીની શુભકામના વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે, તમને બધાને હોળી શુભેચ્છાઓ. આનંદ, ઉમંગ, હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર દરેકના જીવનમાં નવો ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર કરે.
વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી આ પણ વાંચો: રામલલા કેસરિયા રંગથી રમશે ધુળેટી, પહેરશે સફેદ કપડા
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસે આપી હોળીની શુભેચ્છા
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસે ટ્વિટ કરીને કહ્યું કે 'હેપી હોલી!' હોળીને રંગો માટે ઓળખવામાં આવે છે જે મિત્રો અને પ્રિયજનોને લગાવવામાં આવે છે. હોળી સકારાત્મકતા અને ખુશીઓથી ભરેલો તહેવાર છે.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસે આપી હોળીની શુભેચ્છા