ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ખેડૂત નેતા રાકેશ ટીકૈતના નિવેદનની અસર, જીંદમાં મહિલા ખેડૂતોએ ઘઉંનો ઊભો પાક કાપ્યો - ખેડૂત આંદોલન

રાકેશ ટીકૈટના ઊભા પાકને સળગાવી નાખવાના નિવેદનની અસર હરિયાણાના જીંદનાં ઘણાં ગામોમાં જોવા મળી છે. જીંદના ગુલકની અને રાજપુરા ગામમાં ઘણા ખેડૂતોએ પોતાના ઘઉંના પાક પર ટ્રેક્ટર ચલાવ્યું હતું. ખેડૂત મહિલાઓએ ઘઉંનો પાક કાપી નાખ્યો હતો.

ખેડૂતોના વિરોધને સમર્થન આપવા ઉત્તર પ્રદેશ ટૂંક સમયમાં જ ગુજરાતની મુલાકાતે આવશે
ખેડૂતોના વિરોધને સમર્થન આપવા ઉત્તર પ્રદેશ ટૂંક સમયમાં જ ગુજરાતની મુલાકાતે આવશે

By

Published : Feb 22, 2021, 1:13 PM IST

  • ખેડૂતોએ ખેડૂત કાયદાનો વિરોધ કરવા નવો માર્ગ અપનાવ્યો
  • તેઓ હવે પોતાની જરૂરિયાત મુજબ જ અનાજનું વાવેતર કરશે
  • તેમણે ઊભા પાક પર ટ્રેક્ટર ચલાવ્યા
  • વધેલા અનાજને બજારમાં વેચવાની જગ્યાએ તેનો સંગ્રહ કરવામાં આવશે

હરિયાણાઃખેડૂતોએ ક્હ્યું હતું કે, તેઓ પોતાની જરૂરિયાત સિવાયના પાક પર ટ્રેક્ટર ચલાવશે. જો પાક વધારે વધશે તો તેને બજારમાં વેચવાની જગ્યાએ તેનો સંગ્રહ કરવામાં આવશે. ખેડૂતોનું એમ પણ કહેવું છે કે કાનૂન રદ્દ ના થાય ત્યાં સુધી અન્ય કોઈ પાકનું વાવેતર નહી કરે. હવે ખેડૂતો ફક્ત પોતાના માટે જ શાકભાજી અને અનાજનું વાવેતર કરશે.

બજારમાં અનાજ નહી વધે તો સરકારે ઝૂકવું પડશે

જીંદમાં ધરણા પર બેઠેલા ખેડૂત આગેવાનોને પાક પર ટ્રેક્ટર ચલાવવાને લઈને વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, જો પાક વધુ વધશે તો તેને બજારમાં વેચવાની જગ્યાએ તેનો સંગ્રહ કરવામાં આવશે અને બજારમાં અનાજ નહી વધે તો સરકારે ઝૂકવું પડશે અને કાળો કાયદો દૂર કરવો પડશે.

ABOUT THE AUTHOR

...view details