- ફેડરેશન ઓફ રેજિડેંટ ડોક્ટર્સ એસોસિએશન ઇન્ડિયાએ 1લી જૂનથી દેશભરમાં બ્લેક ડે મનાવવાનું એલાન કર્યું
- એક હજાર કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ પણ મોકલવામાં આવી
- FAIMA એ બાબાને પહેલા જ કાનૂની નોટિસ આપી ચૂકી
નવી દિલ્હીઃ ડોક્ટર્સને લઇને યોગ ગુરુ બાબા રામદેવના નિવેદન પર અરાજકતા અટકતી નથી. રોજ નવા દિવસ સાથે બાબા રામદેવની મૂશ્કેલીઓ વધતી જાય છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન(IAM) પછી ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન(FAIMA)એ બાબાને પહેલા જ કાનૂની નોટિસ આપી ચૂક્યા છે. હવે ફેડરેશન ઓફ રેજિડેંટ ડોક્ટર્સ એસોસિએશન ઇન્ડિયાએ 1લી જૂનથી દેશભરમાં બ્લેક ડે મનાવવાનું એલાન કર્યું છે.
આ પણ વાંચોઃ"મારી ધરપકડ કરી શકે, તેવી કોઈના બાપમાં તાકાત નથી" - બાબા રામદેવ( Baba Ramdev )
દેશના બધા રેજિડેંટ ડોક્ટર્સ એસોસિએશન 1જૂને બ્લેક ડે મનાવશે
કોરોના વેક્સિનેશન અને એલોપેથીને લઇને આપવામાં આવેલા બાબા રામદેવના નિવેદનથી નારાજ સંગઠને તેમના વિરુદ્ધ કાર્યવાહી ન થવાની દિશામાં વિરોધ ઝડપી કરવાનું એલાન કર્યું છે. ફેડરેશન ઓફ રેજિડેંટ ડોક્ટર્સ એસોસિએશન ઇન્ડિયાના અધ્યક્ષ ડોક્ટર મનીષે કહ્યું કે, સંસ્થા સાથે જોડાયેલા દેશના બધા રેજિડેંટ ડોક્ટર્સ એસોસિએશન 1જૂને બ્લેક ડે મનાવશે.