ગુજરાત

gujarat

By

Published : May 27, 2021, 11:32 AM IST

Updated : May 27, 2021, 2:20 PM IST

ETV Bharat / bharat

ચિત્તોડગઢમના એક ગામમાં રસીકરણથી ડરેલી વૃદ્ધ મહિલા ઝાડીઓમાં જઇને સંતાઇ ગઇ

ચિત્તોડગઢમાં કોરોના રસીકરણના નામે એક વૃદ્ધ મહિલા એટલી ગભરાઈ ગઈ કે, તે ઝાડીઓમાં સંતાઈ ગઈ હતી. આ વાતની જાણ થતાં ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી વૃદ્ધ મહિલાને બહાર કાઢી હતી. ત્યારે જ મહિલાએ હાથ જોડીને રસી ન લગાવવા વિનંતી શરૂ કરી હતી.

રસીકરણથી ગભરાયેલી વૃદ્ધ મહિલા
રસીકરણથી ગભરાયેલી વૃદ્ધ મહિલા

  • રસીકરણને લઈને ગ્રામીણ વિસ્તારમાં એક વિચિત્ર ભય જોવા મળ્યો
  • વૃદ્ધ મહિલા ગભરાઇને જંગલમાં ઝાડીઓમાં જઇને સંતાઇ ગઇ
  • મહિલાએ હાથ જોડી રસી ન લગાવવા વિનંતી કરી

ચિત્તોડગઢ(રાજસ્થાન) : કોરોથી બચવા હાલ રસીકરણએ એકમાત્ર ઉપાય છે. આ મહત્વ જોતા સરકાર લોકોના રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પરંતુ રસીકરણને લઈને ગ્રામીણ વિસ્તારમાં એક વિચિત્ર ભય જોવા મળી રહ્યો છે. મોટી સાદડી સબડિવિઝન વિસ્તારમાં સ્થાપિત વિશેષ શિબિર પ્રત્યે લોકો ઉદાસીન જોવા મળ્યા હતા.

વૃદ્ધ મહિલા જંગલમાં મૃત હાલતમાં પડી હોવાની અફવા ફેલાઇ

રસીકરણના નામે એક વૃદ્ધ મહિલા એટલી ગભરાઈ ગઈ કે, તે જંગલમાં દોડી ગઈ અને ઝાડીઓમાં સંતાઈ ગઈ હતી. ગામમાં પણ એક વૃદ્ધ મહિલા જંગલમાં મૃત હાલતમાં પડી હોવાની અફવા ફેલાઇ હતી. આ અંગેની માહિતી મળતા સરપંચના પ્રતિનિધિ સહિત ગામના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઝાડીમાં વૃદ્ધ મહિલાને મળતાં તેઓ પણ ગભરાઇ ગયા હતા. વૃદ્ધ મહિલા નજીક આવી ત્યારે જીવિત હતી. જ્યારે તેમણે વૃદ્ધ મહિલાને ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે હાથ જોડીને રસી ન લગાવવાની વિનંતી શરૂ કરી હતી.

રસીકરણથી ગભરાયેલી વૃદ્ધ મહિલા

70 વર્ષીય મહિલા રસીથી ડરીને જંગલની ઝાડીઓમાં સંતાઈ ગઈ

ગ્રામ પંચાયત કિરતપુરાના ગામ બાઘેલોના ખેડામાં બુધવારે આ કેસ સામે આવ્યો હતો. બપોરે બાગેલોના ખેડા ગામે રસીકરણ શિબિર ગોઠવવામાં આવી હતી. ગામમાં રસી આપવાનો ભય એ હકીકત પરથી શોધી શકાય છે કે લોકો ઘરથી ભાગી ગયા છે. 70 વર્ષીય મહિલા ધપો બાઇ પણ ગેમેટી રસીથી એટલી ડરી ગઈ હતી કે, સવારે તે ગામની નજીક જંગલની ઝાડીઓમાં સંતાઈ ગઈ અને સૂઈ ગઈ.

સરપંચના પ્રતિનિધિ સહિત અનેક લોકો ઘટના સ્થળે પહોંચ્યા

આ દરમિયાન નજીકના ક્ષેત્રમાં કામ કરતા કોઈએ મહિલાને ઝાડીમાં પડેલી જોઇ હતી. તેમણે કીરાતપુરાના સરપંચના પ્રતિનિધિ નીતિરાજ સિંહને માહિતી આપી કે, મારા કુવા નજીક ઝાડીમાં એક મહિલાનો મૃતદેહ પડ્યો હતો. બાતમી મળતા સરપંચના પ્રતિનિધિ સહિત અનેક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મહિલાને બૂમો પાડી હતી.

મને રસી ન મૂકો, જો મને રસી આપશે તો હું મરી જઈશ

જ્યારે મહિલાને ભારે મુશ્કેલીથી ઝાડીમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે મહિલા એકદમ ડરી ગઈ હતી. આ સમય દરમિયાન સ્ત્રી એક જ વાત વારંવાર હાથ જોડીને બોલી રહી હતી. મારે રસી નથી લગાવવી. મહિલાએ કહ્યું કે, મને રસી ન મૂકો, જો મને રસી આપશે તો હું મરી જઈશ. ખૂબ સમજાવટ પછી મહિલાને બહાર કાઢી દેવામાં આવી હતી.

અંગત લાભ માટે કેટલાક લોકોએ રસીકરણ અંગે ભય પેદા કર્યો

સરપંચના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, ગામના કેટલાક લોકોએ તેમના અંગત લાભ માટે રસીકરણ અંગે ભય પેદા કર્યો છે. આ કારણોસર લોકોને રસીકરણમાં રસ લઇ રહ્યા નથી. તેમણે કહ્યું કે, જિલ્લા વહીવટી તંત્રે આવા લોકોને શોધી કાઢીને કડક કાર્યવાહી કરવી જોઈએ.

Last Updated : May 27, 2021, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details