નવી દિલ્હી:સરકારે અગ્રણી થિંક ટેન્ક સેન્ટર ફોર પોલિસી રિસર્ચનું ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર 2022માં CPR અને Oxfam India પર આવકવેરા સર્વેક્ષણ પછી CPRનું લાયસન્સ તપાસ હેઠળ હતું. ઓક્સફેમ ઇન્ડિયાનું FCRA લાઇસન્સ જાન્યુઆરી 2022માં રદ કરવામાં આવ્યું હતું. જેના પગલે NGOએ ગૃહ મંત્રાલયમાં રિવિઝન પિટિશન પણ દાખલ કરી હતી.
CPRનું લાઇસન્સ રદ:અધિકારીઓએ જણાવ્યું હતું કે તાજેતરમાં FCRA નિયમોનું પાલન ન કરવા બદલ CPRનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું. જે માટે સોસાયટીએ રિન્યુઅલ માટે અરજી કરી હતી. CPR ફાઇલિંગમાં જાણવા મળ્યું છે કે ઓક્ટોબર 2022થી ડિસેમ્બર 2022 સુધી તેમના ખાતામાં FCRA 10.1 કરોડ રૂપિયા હતા. જેમાં બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા, વર્લ્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ અને ડ્યુક યુનિવર્સિટી પાસેથી દાન લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તે ભારતીય સામાજિક વિજ્ઞાન સંશોધન પરિષદ તરફથી અનુદાન પણ મેળવે છે અને તે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા છે.
આ પણ વાંચો:Sisodia Letter to Kejriwal: મેં કે મારો ભગવાન જાણે, 8 વર્ષ ઈમાનદારીથી કામ કર્યું, કેજરીવાલને સિસોદિયાનો ભાવુક પત્ર
FCRA લાયસન્સને સસ્પેન્ડ: રિપોર્ટમાં એ પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે CPR પર આવકવેરાની શોધના તારણો તેના FCRA લાયસન્સને સસ્પેન્ડ કરવાના મુખ્ય કારણો પૈકીના એક તરીકે દર્શાવવામાં આવ્યા હતા. માહિતી અનુસાર મંત્રાલયે એફસીઆરએ આધારિત ફંડ અંગે થિંક ટેન્ક પાસેથી સ્પષ્ટતા અને દસ્તાવેજો માંગ્યા હતા. CPR અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે તેમની FCRA અરજી હજુ પણ નવીકરણ હેઠળ છે અને તેઓ લાઇસન્સ સસ્પેન્ડ કરવા વિશે જાણતા નથી.
આ પણ વાંચો:Umesh Pal Murder Case : DGPએ માર્યા ગયેલા પોલીસ ગનમેનના પિતાને ફોન પર સાંત્વના આપી, મદદની ખાતરી આપી
છ મહિનામાં 200થી વધુ NGOના લાઇસન્સ રદ:ET સાથે વાત કરતાં એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ઘણી NGOની સમીક્ષા અને નવીકરણની અરજીઓ હજુ પ્રક્રિયા હેઠળ છે. છેલ્લા છ મહિનામાં 200થી વધુ NGOના લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે અથવા લેપ્સ થઈ ગયા છે. આ વર્ષની શરૂઆતમાં 6000થી વધુ NGO કે જેમના લાયસન્સ પાછા ખેંચવામાં આવ્યા હતા. તેમણે રાહત માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જોકે હાઈકોર્ટે તેમની દલીલો ફગાવી દીધી હતી.