- લદ્દાખનું પ્રથમ ડોમિસાઇલ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું
- ફાતિમા બાનોને મામલતદાર ઓફિસ તરફથી આપવામાં આવ્યું સર્ટિફિકેટ
- 2019માં લદ્દાખને કેન્દ્રશાસિત બનાવ્યા બાદ પ્રથમ સર્ટિફિકેટ અપાયું
કારગીલ,લદ્દાખ :કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના (Union Territory Ladakh) ચોસ્કોર ગામની રહેવાસી ફાતિમા બાનો(Fatima Bano) 'લદ્દાખ રેસિડેન્ટ' સર્ટિફિકેટ(Ladakh Resident Certificate) મેળવનાર કારગિલની પ્રથમ મહિલા બની છે. સોમવારે સ્થાનિક અધિકારીઓએ દસ્તાવેજો જારી કરવા માટે જિલ્લાભરમાં ખાસ શિબિરનું આયોજન કર્યું હતું. અધિકારીઓએ આ માહિતી આપી હતી.
પ્રથમ ડોમિસાઇલ સર્ટિફિકેટ આપ્યું
એડિશનલ ડેપ્યુટી કમિશ્નર (ADC) કારગીલ ત્સરિંગ મોટુપે કચેરીમાં પ્રથમ ડોમિસાઇલ સર્ટિફિકેટ આપ્યું હતું. સ્થાનિક રહેવાસીઓ માટે તમામ ગૌણ સેવાઓ અનામત રાખ્યાના લગભગ ત્રણ મહિના બાદ, લદ્દાખ વહીવટીતંત્રે 4 સપ્ટેમ્બરે કોઈપણ વિભાગ અથવા સેવાની સ્થાપના પર તમામ બિન-ગેઝેટેડ પોસ્ટ્સ પર નિમણૂકના હેતુ માટે 'કેન્દ્રશાસિત પ્રદેશના રહેવાસીઓ' ને કામચલાઉ વ્યાખ્યાયિત કરવાનો નિર્ણય કર્યો હતો.
ઓથોરિટી દ્વારા અપાયું કાયમી નિવાસી પ્રમાણપત્ર