- વચગાળાનો જાળવણી ખર્ચ ચુકવવાનો આદેશ
- પુત્ર 18 વર્ષનો થઈ જાય એટલે પુત્ર પ્રત્યે પિતાની ફરજ પૂરી થશે નહીં
- શિક્ષણ અને અન્ય ખર્ચનો ભાર ફક્ત માતા પર હોવા જોઈએ નહીં
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે (Delhi high court) પુખ્ત પુત્ર તેનું ગ્રેજ્યુએશન પૂર્ણ નહીં કરે અથવા કમાણી કરવાનું શરૂ ન કરે ત્યાં સુધી છૂટાછેડા લીધેલી મહિલાને રૂપિયા 15,000ની વચગાળાનો જાળવણી ખર્ચ ચુકવવાનો આદેશ આપતા કહ્યું કે, પુત્ર 18 વર્ષનો થઈ જાય એટલે પુત્ર પ્રત્યે પિતાની ફરજ પૂરી થશે નહીં અને તેના શિક્ષણ અને અન્ય ખર્ચનો ભાર ફક્ત માતા પર હોવા જોઈએ નહીં.
મહિલાએ 2018ની ટ્રાયલ કોર્ટના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો
હાઈકોર્ટે કહ્યું કે, તે જીવન નિર્વાહના વધતા ખર્ચ માટે આંખો બંધ કરી શકતો નથી. એવી અપેક્ષા રાખવી અતાર્કિક હશે કે એકલી માતા પોતાનો અને દીકરાનો સંપૂર્ણ ભાર પતિ દ્વારા દીકરીના ભત્ર તરીકે ચૂકવવામાં આવતી નાની રકમમાંથી ઉઠાવે. મહિલાએ 2018ની ટ્રાયલ કોર્ટના આદેશને હાઇકોર્ટ (Delhi high court)માં પડકાર્યો હતો. જેણે મહિલાને જાળવણીનો ઇનકાર કર્યો હતો અને તેને ફક્ત તેની સાથે રહેતા બે બાળકો માટે જ મંજૂરી આપી હતી. આ અરજીની સુનાવણી કરતાં હાઈકોર્ટે કહ્યું કે, પુત્રને પુખ્તાવસ્થા પ્રાપ્ત થયા પછી તેનો આખો ખર્ચ માતા દ્વારા ઉઠાવવામાં આવે છે.