બેલગાવી:એક પિતાએ વિધાનસભા અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો(father wrote letter to Assembly Speaker in karnataka) હતો. પત્રમાં તેની પુત્રીના જન્મદિવસની ઉજવણી(daughters birthday celebration) કરવા માટે બેલગાવીમાં સુવર્ણસૌધા નામની વિધાનસભાની બિલ્ડિંગ ભાડે (father want belagavi Assembly for daughter) માંગી હતી. માંગ્યું છે. આ પત્ર ગોકાક તાલુકાના ઘાટપ્રભાના રહેવાસી એક વકીલ મલ્લિકાર્જુન ચૌકાશીએ લખ્યો છે.
આ પણ વાંચો:આંધ્ર પ્રદેશ સરકારનો અનોખો સર્વે, શું તમારા ઘરમાં ઘરમાં લગ્નેતર સંબંધો છે?
પત્રમાં શું છે:પિતા મલ્લિકાર્જુન ચૌકાશીએ પત્રમાં લખ્યું છે કે મારી એકમાત્ર પુત્રી મનીશ્રી 30મી જાન્યુઆરીએ 5મું વર્ષ પૂર્ણ કરશે અને તેણે પહેલા ધોરણમાં પ્રવેશ લેવાનો છે અને આ તેમના જીવનની અમૂલ્ય ક્ષણ છે. જન્મદિવસની ઉજવણી સાથે અભ્યાસ શરૂ કરવાની પરંપરા છે. પોતાની પુત્રીના જીવનની આ ક્ષણને યાદગાર બનાવવા માટે તેઓએ કર્ણાટક સુવર્ણસૌધા એક દિવસ માટે ભાડે આપવાની વિંનતી કરી છે.
આ પણ વાંચો: અનોખો કિસ્સોઃ હાઈકોર્ટે સગીરાને લીવર દાન કરવા ગ્રીન સિગ્નલ આપ્યું
સરકારના ખર્ચમાં બચત:તેમનું કહેવું છે કે સુવર્ણસૌધાનો ઉપયોગ દર વર્ષે શિયાળુ સત્ર માટે જ થાય છે. સરકાર 10 દિવસ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તેથી આ ખર્ચાઓને પહોંચી વળવા માટે ભાડું ચૂકવવામાં આવે તો સારું છે. આવા કાર્યક્રમોને મંજૂરી આપવાથી સરકાર પર બોજ પડતા નાણાકીય વ્યવસ્થાપન ખર્ચમાં બચત થઈ શકે છે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે કર્ણાટકમાં શિયાળુસત્ર ચાલી રહ્યું છે અને આ મુદ્દે ગૃહમાં ચર્ચા થવી જોઈએ અને બિલ્ડિંગ ભાડે આપવામાં આવે.