ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફારૂખ અબ્દુલ્લાને હોસ્પિટલ દાખલ કરાયા, 30 માર્ચે આવ્યા હતા કોરોના પોઝિટિવ - પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂખ અબ્દુલ્લાની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ 30 માર્ચે કોરોના સંક્રમિત થયા હતા.

ફારૂખ અબ્દુલ્લાને હોસ્પિટલ દાખલ કરાયા, 30 માર્ચે આવ્યા હતા કોરોના પોઝિટિવ
ફારૂખ અબ્દુલ્લાને હોસ્પિટલ દાખલ કરાયા, 30 માર્ચે આવ્યા હતા કોરોના પોઝિટિવ

By

Published : Apr 3, 2021, 1:55 PM IST

Updated : Apr 3, 2021, 3:07 PM IST

  • ફારૂખ અબ્દુલ્લાની ફરી તબિયત બગડી
  • તબિયત બગડતા હોસ્પિટલમાં કરાયા દાખલ
  • પુત્ર ઉમર અબ્દુલ્લાએ ટ્વિટર પર આપી માહિતી

આ પણ વાંચોઃકપરાડા-રાજબારી બોર્ડર પર એન્ટીજન ટેસ્ટ કર્યા બાદ જ અપાઇ રહ્યો છે પ્રવેશ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂખ અબ્દુલ્લાની તબિયત બગડતા તેઓ હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. આ અંગેની જાણકારી તેમના પુત્ર ઉમર અબ્દુલ્લાએ ટ્વિટર પર આપી હતી. ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, ડોક્ટરોની સલાહ મુજબ તેમના પિતાને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. લોકો તરફથી મળતા સમર્થન અને પ્રાર્થનાના સંદેશ માટે અમે બધા આભારી છીએ.

આ પણ વાંચોઃમહારાષ્ટ્રમાં કોરોનાના વધતાં સંક્રમણને પગલે સૌરાષ્ટ્રમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત

પંજાબના મુખ્યપ્રધાનની પૌત્રીના લગ્નમાં ફારૂખ અબ્દુલ્લાએ ડાન્સ કર્યો હતો

ઉલ્લેખનીય છે કે, કેટલાક અઠવાડિયા પહેલા ફારૂખ અબ્દુલ્લા એક જાહેર કાર્યક્રમમાં ડાન્સ કરી રહ્યા હતા. તેઓ પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહની પૌત્રી રાજકુમારી સહર ઈન્દરના લગ્ન પ્રસંગ પર કેપ્ટનની સાથે ડાન્સ કરતા તેમનો વીડિયો પણ વાયરલ થયો હતો.

Last Updated : Apr 3, 2021, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details