ઉધમપુર/જમ્મુ :જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ ગુરુવારે ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધતા કહ્યું કે, પાર્ટી માત્ર સત્તામાં રહેવા માટે રામના નામનો ઉપયોગ કરે છે, પરંતુ રામ એકલા હિન્દુઓના ભગવાન નથી.
ભગવાન રામ બધાના ભગવાન છે :ઉધમપુરમાં પેન્થર્સ પાર્ટી દ્વારા આયોજિત રેલીમાં અબ્દુલ્લાએ કહ્યું કે, 'રામ માત્ર હિન્દુઓના ભગવાન નથી. કૃપા કરીને તમારા મનમાંથી આ ખ્યાલ દૂર કરો. ભગવાન રામ તે બધાના ભગવાન છે જેઓ તેમનામાં વિશ્વાસ કરે છે, પછી ભલે તે મુસ્લિમ હોય કે ખ્રિસ્તી, અમેરિકન હોય કે રશિય.
ફારૂક અબ્દુલ્લાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા :જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, પાર્ટી માત્ર સત્તામાં રહેવા માટે રામના નામનો ઉપયોગ કરે છે, પરંતુ રામ બધાના ભગવાન છે, હિન્દુઓના નહીં.
અમે જ રામના ભક્ત છીએ :એનસી ચીફે કહ્યું કે, 'જે લોકો તમારી પાસે આવીને કહે છે કે, અમે જ રામના ભક્ત છીએ, તેઓ મૂર્ખ છે. તેઓ રામના નામનો લાભ લેવા માંગે છે. તે રામને નહીં સત્તાને ચાહે છે. તેમણે કહ્યું કે, 'મને લાગે છે કે, જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત થશે ત્યારે તેઓ સામાન્ય માણસનું ધ્યાન હટાવવા માટે રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે.'