- લખીમપુર ખેરીની ઘટના અંગે ટ્વિટર પર એક વીડિયો શેર થયો
- સોશિયલ મીડિયા પર ઝડપથી વીડિયો વાઇરલ થઈ રહ્યો છે
- કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ પર ખેડૂતોએ હુમલો કર્યો હતો
- ઘટનામાં આઠના મોત, કેન્દ્રીય મંત્રીના પુત્ર સામે FIR
લખીમપુર: રવિવારે (3 ઓક્ટોબર) યુપીના લખીમપુર ખેરીમાં હંગામા પછી રાજકીય ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સપા સહિત લગભગ તમામ વિપક્ષી દળોના નેતાઓ કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રા અને તેમના પુત્ર આશિષ અને યુપી સરકારને નિશાન બનાવી રહ્યા છે. કોંગ્રેસે સોમવારે લખીમપુર ખેરીની ઘટના અંગે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને અન્ય ઘણા નેતાઓએ પણ વીડિયો શેર કરીને નિશાન સાધ્યું છે.
સોશિયલ મીડિયા પર ઝડપથી વીડિયો વાઇરલ થયો
સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક લોકોને કચડતીને એક કાર નીકળી જાય છે. કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના નેતાઓ દાવો કરે છે કે, આ વીડિયો લખીમપુર ઘટનાનો છે, જેમાં કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ પર ખેડૂતોએ હુમલો કર્યો હતો. આ સંબંધમાં, આશિષ સામે ટીકુનિયા પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરવામાં આવી છે.
લખીમપુર ખેરીના ખૂબ જ પરેશાન કરનારા દ્રશ્યો
સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર વીડિયો પોસ્ટ કરતા કોંગ્રેસે લખ્યું, “લખીમપુર ખેરીના ખૂબ જ પરેશાન કરનારા દ્રશ્યો. જો કે, વિડીયોમાં તે સ્પષ્ટ રીતે દેખાતું ન હતું કે કોણ ડ્રાઇવિંગ કરી રહ્યું હતું, પણ ગાડી પાઘડી પહેરેલા માણસ ઉપર ચડતી જોવા મળી હતી. આ પછી, કારે ઘણા લોકોને પણ ટક્કર મારી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. વિપક્ષી પાર્ટીઓ સહિત ઘણા લોકો ટ્વિટર પર વધુને વધુ આ વીડિયો શેર કરી રહ્યા છે.