- કોવિડની રસી માટે ખેડૂતોને સમજાવવા જિલ્લા વહીવટીતંત્ર સફળ
- ટિકરી બોર્ડર પર 10 ખેડૂતોએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો
- ટિકરી બોર્ડર પર 2 દિવસ પહેલા કોરોના રસી સેન્ટર બનાવાયું
ઝજ્જર (હરિયાણા): ટિકરી બોર્ડર પર લાંબા સમયથી રસીકરણનો વિરોધ કરી રહેલા આંદોલનકારી ખેડુતો આખરે કોરોના રસી લેવા સંમત થયા હોઈ તેમ લાગી રહ્યું છે. કોવિડની રસી માટે ખેડૂતોને સમજાવવા જિલ્લા વહીવટીતંત્ર સફળ રહ્યું હતું. શુક્રવારે સાંજે ટિકરી બોર્ડર પર 10 ખેડૂતોએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. આંદોલન કરી રહેલા હજારો ખેડુતોમાંથી માત્ર 10 ખેડુતોએ આ રસી લીધી છે.
સરકારે ટિકરી બોર્ડર પર કોરોના રસી કેન્દ્ર બનાવ્યું, માત્ર 10 ખેડૂતોએ જ ડોઝ લીધો આ પણ વાંચો:દેશમાં સતત ચોથા દિવસે 3 લાખથી વધુ કેસ નોંધાયા, 24 કલાકમાં 2767 દર્દીઓના મોત
ખેડૂતો પોતાની જાતે રસી મેળવી શકે છે
ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટીતંત્ર સતત આંદોલનકારી ખેડૂતો સાથે બેઠક કરી રહ્યું હતું. ખેડૂતોના અન્ય મુદ્દાઓની સાથે કોરોના રસીની રજૂઆત પણ એક મહત્વપૂર્ણ મુદ્દો હતો જેના પર સમજૂતી થઈ શકી ન હતી. પરંતુ, ગુરુવારે મળેલી બેઠકમાં ખેડુતોએ સ્પષ્ટ કહ્યું હતું કે, કોઈપણ ખેડૂતો રસી પોતાની જાતે મેળવી શકે છે. પરંતુ, વહીવટતંત્ર કોઈને દબાણ કરશે નહીં.
આ પણ વાંચો:કોરોના વાઇરસના કહેરને જોતા દિલ્હી સરકાર લંબાવી શકે છે લોકડાઉન
ખેડૂતો રસી લગાડવા આગળ આવ્યા
ખેડુતોની મોટી ભીડ પંજાબથી સરહદ પર આવી રહી હતી. જેના પગલે, વહીવટી તંત્ર ખૂબ ચિંતિત હતું. સરહદ પર કોરોના બોમ્બ ફૂટવાના ડરને કારણે વહીવટતંત્ર સતત ખેડૂતોના સંપર્કમાં હતા. આ મામલે, 10 ખેડૂતો શનિવારે મોડી રાત્રે ટિકરી બોર્ડરથી કોરોના રસી લેવા આગળ આવ્યા હતા. ટિકરી બોર્ડર પર 2 દિવસ પહેલા કોરોના રસી સેન્ટર બનાવવામાં આવ્યું હતું. પરંતુ, કોઈ ખેડૂતો આ રસી લગાડવા આગળ આવ્યા ન હતા. ત્યારબાદ, હવે 10 ખેડુતો આ રસી લેવા સંમત થયા છે.
સરકારે ટિકરી બોર્ડર પર કોરોના રસી કેન્દ્ર બનાવ્યું, માત્ર 10 ખેડૂતોએ જ ડોઝ લીધો