- 'રાકેશ ટિકૈતે કહ્યું કે, જ્યાં વાતચીત અટકી હતી ત્યાંથી શરૂ થશે'
- ખેડુતો 14 તારીખે બંધારણ બચાવો દિવસની ઉજવણી કરશે
- ખાપ પંચાયતો પણ યુનાઇટેડ કિસાન મોરચા સાથે
ગાઝિયાબાદ:કેન્દ્રીય કૃષિ પ્રધાનના નિવેદનના વળતા જવાબમાં ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, જો સરકાર સંયુક્ત કિસાન મોરચાને વાતચીત માટે આમંત્રણ આપશે તો આ બાબતે વિચાર કરવામાં આવશે. સરકાર સાથે 22 જાન્યુઆરીએ વાતચીત અટકી હતી ત્યાંથી શરૂ થશે. ત્રણેય કાળા કૃષિ કાયદાને પરત ખેંચવા અને MSP માટેના કાયદા પર ચર્ચા કરવામાં આવશે. ખેડૂતોનો મુદ્દો આ જ રહેશે.
આ પણ વાંચો:સમગ્ર દેશમાં લોકડાઉન થશે તે પછી પણ આંદોલન સમાપ્ત નહીં થાય: રાકેશ ટિકૈત
રાકેશ ટિકૈતે પંચાયતમાં ભાગ લીધો
રવિવારે ચૌધરી રાકેશ ટિકૈત સિંઘુ બોર્ડર પર આયોજિત સર્વખાપ પંચાયતમાં ભાગ લેવા આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 14 એપ્રિલના રોજ બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મદિવસ પર, ખેડૂત સંગઠનો બંધારણ બચાવો દિવસની ઉજવણી કરશે. તે પહેલા 13 એપ્રિલે તમામ સંગઠનો દ્વારા ખાલસા પંથ સ્થાપના દિવસ ઉજવવામાં આવશે તેમજ જલિયાંવાલા બાગની ઘટનાની વર્ષગાંઠ પર શહીદોને યાદ કરવામાં આવશે.
આ પણ વાંચો:રાકેશ ટિકૈત પર હુમલા બાદ ગાજીપુર બોર્ડર પર ખેડૂતોની મહાપંચાયત
મોરચા આમંત્રણ માટે વિચારણા કરશે
કૃષિ પ્રધાનના નિવેદનના વળતા જવાબમાં ચૌધરી રાકેશ ટિકૈતે કહ્યું કે, સરકાર 22 જાન્યુઆરી પહેલા સંયુક્ત કિસાન મોરચાને વાતચીત માટે આમંત્રણ મોકલતી રહી છે. તેવી જ રીતે મોરચા પણ આ અંગે વિચારણા કરશે. વાતચીતના મુદ્દાઓના જવાબમાં તેમણે કહ્યું હતું કે, વાતચીતના મુદ્દાઓ જેમ હતા એમ જ રહેશે.