- ખેડૂતો હોળીના ગીતો સાથે કરી રહ્યા છે હોળીની ઉજવણી
- ખેડુતોએ એકબીજાના ટેન્ટમાં જઈને ગુલાલ અને માટીનું તિલક લગાવ્યા
- આંદોલનમાં 300 ખેડૂતોનાં મોત થયાં હોવાથી હોળી સરળતા ઊજવી
નવી દિલ્હી: ગાઝીપુર બૉર્ડર પર એક બાજુ ખેડૂતો હોળીના ગીતો ગાતા હતા, તો બીજી બાજુ ખેડુતો એકબીજાના ટેન્ટમાં જઈને ગુલાલ અને માટીનું તિલક લગાવતા જોવા મળ્યા હતા. ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા અને ખેડૂત આગેવાન રાકેશ ટીકૈત પણ હોળી પર ગાજીપુર બૉર્ડર પર ઉપસ્થિત રહ્યા હતા. રાકેશ ટીકૈત પણ તમામ ટેન્ટ પર ગયા અને ખેડુતોને ગુલાલ લગાવીને હોળીની શુભેચ્છા પાઠવી હતી.
આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં યોજાશે કિસાનોની મહાપંચાયત, રાકેશ ટિકૈટ અને ગુરનામ સિંહ રહેશે ઉપસ્થિત
શિયાળા સુધીમાં ખેડુતોની સમસ્યાનું સમાધાન થઈ શકે
ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટીકૈતે કહ્યું હતું કે, આજે ખેડૂત ગાઝીપુર બૉર્ડર પર હોળીની ઉજવણી કરી રહ્યો છે. આથી, સરકારને સંદેશો આપવા માંગે છે કે, સરકારે સુધારે. ટિકૈતે કહ્યું કે, લાગે છે કે દિવાળી પછી શિયાળા સુધીમાં ખેડુતોની સમસ્યાનું સમાધાન થઈ શકે છે. હોળીના તહેવાર પર ગાઝીપુર બૉર્ડરે આવેલા રાકેશ ટીકૈતના પત્ની સુનિતા દેવી પણ મોર્ચાનું નેતૃત્વ કરતા જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સરકાર જ્યારે પણ ઈચ્છે ત્યારે ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે.
આ પણ વાંચો:નવા કૃષિ કાયદાઓ પર 18 મહિના માટે પ્રતિબંધ મુકવા માટે સરકાર તૈયાર
આંદોલનમાં આશરે 300 ખેડૂતોનાં મોત નીપજ્યાં
ગાજીપુર બોર્ડર પર ઉપસ્થિત ખેડૂતો ખૂબ જ સાધારણ રીતે હોળીની ઉજવણી કરી રહ્યા છે. આંદોલનમાં આશરે 300 ખેડૂતોનાં મોત નીપજ્યાં હોવાથી ખેડૂતોએ નિર્ણય લીધો હતો કે આ વખતે હોળી સરળતા સાથે ઉજવવામાં આવશે.