- વડાપ્રધાન મોદીએ કૃષિ કાયદાને રદ્દ કરવાની જાહેરાત કરી હતી
- ખેડૂતોના મૃત્યુનો સરકાર પાસે કોઈ રેકોર્ડ નથી
- ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ રદ કરવામાં આવ્યા હતા
નવી દિલ્હી:સંસદના શિયાળુ સત્રના(Parliament winter session) ત્રીજા દિવસે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં લેખિત જવાબ આપ્યો. ખેડૂતોના મૃત્યુ પછી (Death of farmers)આર્થિક મદદ અંગે કૉંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલના પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું છે કે છેલ્લા એક વર્ષમાં ત્રણ વિવાદાસ્પદ કાયદાનો વિરોધ (Opposition to agricultural law)કરી રહેલા ખેડૂતોના મૃત્યુનો સરકાર પાસે કોઈ રેકોર્ડ નથી.
NCRB હેઠળ ખેડૂતોના મૃત્યુનો કોઈ અહેવાલ નથી
જ્યારે વિપક્ષ દ્વારા કૃષિ કાયદાના વિરોધ (Opposition to agricultural law)દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના મૃત્યુઆંક(Death of agitating farmers) વિશે પૂછવામાં આવ્યું હતું અને શું સરકાર અસરગ્રસ્ત પરિવારોને કોઈ આર્થિક સહાય આપવાનું આયોજન કરી રહી છે? આના પર ગૃહ મંત્રાલયે જવાબ આપ્યો, NCRB હેઠળ ખેડૂતોના મૃત્યુનો કોઈ અહેવાલ નથી.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કૃષિ પ્રધાન તોમરે કહ્યું છે કે, 'કૃષિ મંત્રાલય(Ministry of Agriculture ) પાસે કોઈ રેકોર્ડ નથી. તો પ્રશ્ન જ ઊભો થતો નથી. (Ministry of Agriculture has no record in the matter, and hence the question does not arise)
ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ રદ કરવામાં આવ્યા
29 નવેમ્બરના રોજ, નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ કાયદાને રદ કરવા માટે લોકસભામાં એક બિલ રજૂ (farm law repeal) કર્યું હતું. વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભા દ્વારા બિલ પસાર કરવામાં આવ્યા હતા. સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે, વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભાએ કૃષિ કાયદા બિલ 2021ને (Farm Laws Repeal Bill 2021)ચર્ચા કર્યા વિના મંજૂર કર્યું હતું, જેમાં ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ રદ કરવામાં આવ્યા હતા. આ પછી રાજ્યસભા દ્વારા પણ બિલ પસાર કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ કૃષિ કાયદાને રદ્દ કરવાની જાહેરાત કરી