- ખેડૂત સંગઠને હરિયાણામાં ભાજપ નેતાઓ વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે
- કરનાલમાં ખેડૂત સંગઠનો દ્વારા ભાજપ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે
- ખેડૂતોના શહેરની પ્રેમ પ્લાઝા હોટલમાં પણ વિરોધ જારી છે
કરનાલ- ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની માંગને લઇને ખેડૂત સંગઠને હરિયાણામાં ભાજપ નેતાઓ વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે. કરનાલમાં ખેડૂત સંગઠનો દ્વારા ભાજપ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોએ કરનાલ ટોલ પ્લાઝા પર ભાજપ પ્રદેશાધ્યક્ષ ઓપી ધનકડનો કાળો ઝંડો બતાવીને વિરોધ કર્યો. જણાવવામાં આવી રહ્યું છે કે, કેટલાક ખેડૂતોએ આ દરમિયાન ઓપી ધનકડની ગાડી પર ડંડા વરસાવ્યા હતા.
આ પણ વાંચો- Save Agriculture Save Democracy: ખેડૂતો આજે દેશભરમાં 'કૃષિ બચાવો, લોકતંત્ર બચાવો' દિવસની ઉજવણી કરશે
ખેડૂતોએ પહેલાથી જ ભાજપના કાર્યક્રમનો વિરોધ કરવાની ચેતવણી આપી
ઉલ્લેખનીય છે કે, ખેડૂતોએ પહેલાથી જ ભાજપના કાર્યક્રમનો વિરોધ કરવાની ચેતવણી આપી હતી. ત્યાં ખેડૂતોના આહ્વાન પછી જિલ્લા ઉપાયુક્ત નિશાંત કુમારે પણ આશ્વાસન આપ્યું હતું કે, ખેડૂત નેતાઓ સાથે વાત કરીને તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જો કોઇ કાનૂન વ્યવસ્થાનું ઉલ્લંઘન કરશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.