ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચોમાસું સત્ર વચ્ચે આજથી જંતર-મંતર ખાતે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન - કિસાન યુનિયન

કૃષિ કાયદાઓનો વિરોધ (farmers protest) કરી રહેલા ખેડૂતો આજથી જંતર-મંતર ખાતે પણ વિરોધ પ્રદર્શન કરશે. ખેડૂતોને દરરોજ સવારે 11 થી સાંજના 5 દરમિયાન વિરોધ કરવાની લેખિત મંજૂરી આપવામાં આવી છે. કે આ પ્રદર્શન શાંતિપૂર્ણ થય તેવી ખાતરી સાથે મંજૂરી આપવામાં આવી છે.

ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં જંતર-મંતર ખાતે વિરોધની મંજૂરી
ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં જંતર-મંતર ખાતે વિરોધની મંજૂરીત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં જંતર-મંતર ખાતે વિરોધની મંજૂરી

By

Published : Jul 22, 2021, 9:18 AM IST

  • આજથી દિલ્હીના જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ પ્રદર્શન
  • 200 ખેડૂતો કાર્યક્રમમાં ભાગ લેશે
  • જંતર-મંતર ખાતે વિરોધ કરવાની અપાઇ મંજૂરી

નવી દિલ્હી: આજથી દિલ્હીના જંતર-મંતર ખાતે સંસદના ચોમાસા સત્ર દરમિયાન કિસાન યુનિયન વતી શાંતિપૂર્ણ પ્રદર્શન યોજવામાં આવશે. આ પ્રદર્શન દરમિયાન સિંઘુ બોર્ડરના વિરોધ કરી રહેલા 200 ખેડૂતો કાર્યક્રમમાં ભાગ લેવા સ્થળ પર પહોંચશે. દિલ્હી પોલીસે ત્રણ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોને કેટલીક શરતો સાથે જંતર-મંતર પર વિરોધ કરવાની મંજૂરી આપી હતી.

આ પણ વાંચો:ખેડૂતોને દિલ્હી પ્રવેશની અનુમતિ, કિસાન મોરચા કાર્ડ ફરજિયાત

કિસાન યુનિયન વતી શાંતિપૂર્ણ પ્રદર્શન

દિલ્હીના જંતર-મંતર ખાતે સંસદના ચોમાસા સત્ર દરમિયાન ગુરુવારથી કિસાન યુનિયન વતી શાંતિપૂર્ણ પ્રદર્શન યોજવામાં આવશે. આ પ્રદર્શન દરમિયાન સિંઘુ બોર્ડરના વિરોધ કરી રહેલા 200 લોકો કાર્યક્રમમાં ભાગ લેવા સ્થળ પર પહોંચશે. દિલ્હી પોલીસે ત્રણ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોને કેટલીક શરતો સાથે જંતર-મંતર પર વિરોધ કરવાની મંજૂરી આપી છે.

આ પણ વાંચો:જૂનાગઢ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન

ખેડૂતોના શાંતિપૂર્ણ પ્રદર્શન માટે નક્કર વ્યવસ્થા

દિલ્હી પોલીસે જણાવ્યું કે, 200 થી વધુ ખેડૂત સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) માં ભાગ નહીં લઇ શકે, જ્યારે બીજા છ કિસાન મજૂર સંઘર્ષ સમિતિ તરફથી ભાગ લેશે. આ પ્રદર્શન અંગે દિલ્હી પોલીસે કહ્યું કે, ખેડૂતોના શાંતિપૂર્ણ પ્રદર્શન માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details