- 7 મહિના બાદ ફરી જાગ્યું ખેડુત આંદોલ
- પંચકુલા ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો થયા એકઠા
- ખેડૂતો દ્વારા રાજ્યપાલને આપવામાં આવ્યું આવેદનપત્ર
પંચકુલા (હરિયાણા) : 26 જૂનના રોજ ખેડુત આંદોલને (Farmers protest) 7 મહિનાનો જેટલો સમય થઈ ગયો છે. આ પ્રસંગે સંયુક્ત કિસાન મોરચા (Sanyukt Kisan Morcha)એ દેશના ખેડુતોને પોતપોતાના રાજ્યોમાં રાજ્યપાલને રાષ્ટ્રપતિ (Satyadev Narayan Arya Governor Haryana)ના નામે આવેદનપત્ર આપવા જણાવ્યું હતું. હરિયાણામાં આજે શનિવારે સવારેથી જ નાડા સાહિબ ગુરુદ્વારા પંચકુલા ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો:Save Agriculture Save Democracy: ખેડૂતો આજે દેશભરમાં 'કૃષિ બચાવો, લોકતંત્ર બચાવો' દિવસની ઉજવણી કરશે
રાજભવન સુધી ખેડુતોની પદયાત્રા
ખેડૂતોની સંખ્યા બપોર સુધીમાં ઘણી ઝડપથી વધવા લાગી હતી. આ દરમિયાન નિર્ણય લેવાયો હતો કે, રાજભવન સુધી ખેડુતો પદયાત્રા કરશે. રાજ્યપાલને આવેદનપત્ર આપ્યા બાદ ખેડુતો હરિયાણા વીજળી વિતરણ નિગમ(Haryana Electricity Distribution Corporation) ને ઘેરાવ કરશે. પોલીસ-વહીવટીતંત્ર પણ ખેડૂતોની આ યાત્રાને લઈને સજાગ દેખાયું હતું. આથી, રાજભવનની આજુબાજુ એક વિશાળ પોલીસ બંદોબસ્ત ગોઠવી બેરિકેડ લગાવી દેવામાં આવ્યા હતા.