ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આંદોલનના 96માં દિવસે ખેડૂતો 'મજદૂર કિસાન એકતા દિવસ' ઉજવશે - 'Mazdoor Kisan Ekta Divas'

દિલ્હી ખાતે કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત આંદોલનને વેગવાન બનાવવા માટે ખેડૂત સંગઠનોએ અઠવાડીયા દરમીયાન અનેક કાર્યક્રમોની જાહેરાત કરી હતી.જેમાં 'મજદૂર કિસાન એકતા દિવસ' 27 ફેબ્રુઆરીએ ઉજવાશે.

આંદોલનના 96માં દિવસે ખેડુતો 'મજદૂર કિસાન એકતા દિવસ' ઉજવશે
આંદોલનના 96માં દિવસે ખેડુતો 'મજદૂર કિસાન એકતા દિવસ' ઉજવશે

By

Published : Feb 27, 2021, 3:06 PM IST

Updated : Feb 27, 2021, 7:17 PM IST

  • ખેડૂતો આંદોલન તીવ્ર બનાવવા 23થી 27 ફેબ્રુઆરી સુધી કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી હતી
  • 23 ફેબ્રુઆરીએ 'પઘડી સંભાલ ડે' અને 24 ફેબ્રુઆરીએ 'દમન વિરોધી દિવસ' મનાવવામાં આવ્યો
  • યોગેન્દ્ર યાદવે કહ્યું, સરકાર ખેડૂત વિરુદ્ધ કેસ દાખલ કરી દરેક દમનકારી પગલાં અપનાવી રહી છે

નવી દિલ્હી:કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ પોતાનું આંદોલન વધુ તીવ્ર બનાવવા 23થી 27 ફેબ્રુઆરી સુધી અનેક કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત આજે એટલે કે 27મી ફેબ્રુઆરીએ 'મજદૂર કિસાન એકતા દિવસ' ઉજવશે.

કિસાન મોરચાએ કાર્યક્રમની જાહેરાત કરી હતી

યુનાઇટેડ કિસાન મોરચા (એસકેએમ)ના તેમના સૂચિત કાર્યક્રમના ભાગ રૂપે, 23 ફેબ્રુઆરીએ 'પઘડી સંભાલ ડે' અને 24 ફેબ્રુઆરીએ 'દમન વિરોધી દિવસ' મનાવવામાં આવ્યો હતો. જેમાં ખેડૂત આંદોલનને દબાવવા સામે ખેડુતો અને નાગરિકો વિરોધ કરશે. મોરચાએ જણાવ્યું હતું કે, 26 ફેબ્રુઆરીએ 'યુવા કિસાન દીવસ' ઉજવવામાં આવશે. આ દિવસે એસ.કે.એમ.ના તમામ મંચ યુવાનો દ્વારા સંચાલિત કરવામાં આવશે. અને ગુરુ રવિદાસ જયંતી અને શહીદ ચંદ્રશેખર આઝાદના 27 ફેબ્રુઆરીના શહીદ દિવસ તેમજ મજદૂર કિસાન એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે.

યોગેન્દ્ર યાદવના સરકાર પર પ્રહાર

સ્વરાજ ભારતના નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે, સરકાર આંદોલનકારીઓની ધરપકડ કરી, તેમને અટકાયતમાં લઇને અને તેમની વિરુદ્ધ કેસ દાખલ કરીને દરેક દમનકારી પગલાં અપનાવી રહી છે. આથી, સિંઘુ સરહદ મજબુત કરી દેવામાં આવી છે અને તે આંતરરાષ્ટ્રીય સરહદ બનાવી હોય તેવું લાગે છે. તેમણે કહ્યું હતું કે, આંદોલન માટેની લાંબા ગાળાની યોજના અંગે સંસદના 8મી માર્ચથી શરૂ થતા સત્રને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવશે અને હવે પછીની બેઠકમાં વ્યૂહરચના શેર કરવામાં આવશે.

Last Updated : Feb 27, 2021, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details