- 22માં દિવસે પણ ખેડૂતોનું આંદોલન યથાવત
- સુપ્રિમ કોર્ટમાં આજે આ મુદ્દ આવી શકે છે કંઈક હલ
- અત્યાર સુધીમાં 6 ખેડૂતોના મોત
નવી દિલ્હીઃ કેન્દ્રના નવા કૃષિ કાયદાને રદ કરવાની માગ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. આજે ખેડૂત પ્રદર્શનનો 22 મો દિવસ છે. ખેડૂત અને સરકાર વચ્ચે હજી સુધી સુલહ થઈ નથી. હવે સુપ્રિમ કોર્ટો કમાન સંભાળી છે. આજે સુપ્રિમ કોર્ટના માધ્મયથી કોઈ હલ આવી શકે છે. સુપ્રિમ કોર્ટો આ મુદ્દાનું નિરાકરણ લાવવા માટે એક કમિટીનું પણ ગઠન કરવાની ભલામણ કરી છે.
નવા ત્રણ કૃષિ કાયદાનો વિરોદ કરતાં પોતાના આંદોલન પરી અડદ રહેલા ખેડૂઓએ નેતાઓને કહ્યું છે કે સરકાર પાસે આ ત્રણ કાયદાઓ પરત લેવડાવીશું જ. ખેડૂતોનની લડાઈ હવે એ સ્તર પર પહોંચી ગઈ છે જયાં ખેડૂતોને જીત માટે પ્રતિબદ્ધ બન્યા છે. ખેડૂતો પોતાનું પ્રદર્શન અને આંદોલન તેજ કરી રહ્યાં છે. બુધવારે દિલ્હી અને નોઈડા વચ્ચે ચિલ્લા બોર્ડર ખેડૂતોની સંપૂર્ણ જામ કરી હતી.
શીખ સંતે કરી આત્મહત્યા