ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ખેડૂત આંદોલનનો આજે 19મોં દિવસ, દેશવ્યાપી પ્રદર્શન વચ્ચે ખેડૂતો કરશે ભૂખ હડતાળ

કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોનો આજે 19મોં દિવસ છે. આજે ખેડૂતો પોતાના આંદોલનને વધુ તેજ બનાવતા રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન કરશે. પ્રદર્શનકારી કિસાન સંઘના નેતાઓએ કહ્યું છે કે સોમવારે એટલે કે આજે તેઓ એક દિવસની ભૂખ હડતાળ કરશે અને નવા કૃષિ કાયદા સંબંધિત માંગો પર દબાણ કરવા તમામ જીલ્લા મુખ્યાલયોમાં પ્રદર્શન કરશે.

cx
cx

By

Published : Dec 14, 2020, 7:51 AM IST

  • ખેડૂત આંદોલનનો આજે 19મોં દિવસ
  • આંદોલને વધુ તેજ બનાવવા ખેડૂતોનું રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન
  • કેજરીવાલ સહિતના નેતાઓ કરશે ઉપવાસ

નવી દિલ્હીઃ કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોનો આજે 19 મો દિવસ છે. આઝે ખેડૂતો પોતાનું આંદોલનને ઉગ્ર બનાવતા રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન કરશે. પ્રદર્શનકારી કિસાન સંઘના નેતાઓએ કહ્યું છે કે સોમવારે એટલે કે આજે તેઓ એક દિવસની ભૂખ હડતાળ કરશે અને નવા કૃષિ કાયદા સંબંધિત માંગો પર દબાણ કરવા તમામ જીલ્લા મુખ્યાલયોમાં પ્રદર્શન કરશે.

ખેડૂતોનું રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન

કિસાન નેતાએએ નવા કૃષિ કાયદામાં સુધારા કરવાના સરકારના પ્રસ્તાવને બુધવારે ઠુકરાવ્યો છે. જે બાદ શનિવારે જયપુ-દિલ્હી અને દિલ્હી આગરા એક્સપ્રેસ વે ને બંધ કરવામાં આવ્યો હતો. કિસાન આંદોલનને ઉગ્ર બનાવવા ખેડૂતો આજે રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન કરશે.

આ દરમિયાન દિલ્હી તરફ આવી રહેલા પ્રદર્શનકારીઓનો વિશાળ સમુહ દિલ્હી-જયપુર રાષ્ટ્રીય રાજમાર્ગને અવરોધિત કરી રહ્યું છે, જેને પોલીસે હરિયાણા-રાજસ્થાન સરહદ પર અટકાવ્યાં હતાં.

દિલ્હીના CM કેજરીવાલ પણ આજે કરશે ઉપવાસ

દિલ્હાના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પણ આજે આખો દિવસ ઉપવાસ પર રહેશે. તેમણે સોમવારે કેન્દ્ર સરકારને અંહકાર છોડી અને આંદોલનકારી ખેડૂતોની માંગ અનુસાર ત્રણ કૃશિ કાયદાઓ રદ્દ કરવાની અપીલ કરી છે.

સિંધુ અને ટીકરી બોર્ડર પર છેલ્લા 18 દિવસથી ચાલી રહેલા પ્રદર્શનમાં પંજાબ અને અન્ય રાજ્યોના ખેડૂતો પણ જોડાઈ રહ્યાં છે. આની વચ્ચે કોન્દ્રિય પ્રધાન કૈલાશ ચૌધરીએ કહ્યું કે સરકાર નવી બેઠક માટે જલદી તારીખ નક્કી કરશે. આશા છે કે તેમાં આ મુદ્દે કોઈ નિરાકરણ આવશે.

ABOUT THE AUTHOR

...view details