- સ્થાનિક લોકો અને આંદોલનકારી વચ્ચે અથડામણ
- SHO ઉપર તલવારથી હુમલો
- 44 લોકોની કરાઇ ધરપકડ
દિલ્હી :સ્થાનીક લોકો આંદોલન કરી રહેલા ગ્રુપના નેતાઓ જોડે એ માંગ કરવા પોંહચ્યા હતા કે, જલ્દી થી જલ્દી રસ્તો રસ્તો ખાલી કરી દેવામાં આવે. પરંતુ આ વચ્ચે બે બાજુથી સુત્રોચ્ચાર શરુ થયા અને પથ્થરમારો શરુ થઇ ગયો હતો. તે સમયે ત્યાં ડ્યૂટી કરી રહેલા SHO પ્રદીપ કુમાર ઉગ્ર વાતાવરણને શાંત પાડવાના પ્રયત્નો કરી રહ્યા હતા. ત્યારે તેમની પર અચાનક એક વ્યક્તિએ તલવારથી હુમલો કરી દીધો, જેના લીધે SHO પ્રદીપ કુમારની સાથે પાંચ અન્ય પોલીસકર્ચારી પણ ઘાયલ થઇ ગયા.
સ્થાનિક લોકોએ કર્યો આંદોલનનો વિરોધ
શુક્રવારે અંદાજે 1:30 વાગ્યાની નજીક દિલ્હીની સિંધુ બોર્ડર પર જોરદાર હોબાળો થયો હતો. લગભગ 200 જેટલા સ્થાનીય ગ્રામીણ GBT મેમોરિયની પાસે સિંધુ બોર્ડર પાસે પહોંચ્યા હતા. આ લોકો અલીપુરના રેડ લાઇટની આસપાસ KMSC ગુટના નેતાઓને મળવા માટે ગયા હતા. સ્થાનીક લોકોની માંગ હતી કે, પાછળના 2 મહિનાથી સતત સિંધુ બોર્ડરનો મુખ્ય રસ્તો જામ થવાની સાથે અહીં લોકોને ભારે નુકસાન પહોંચ્યું હતું, તેમ છતાં અહીંના લોકો કિસાન આંદોલનના નામ પર મદદ કરતા હતા પરંતુ હવે સમસ્યાઓનો સામનો નથી કરી શકતા.
દિલ્હીમાં 44 લોકોની ધરપકડ
સિંધુ બોર્ડરમાં શુક્રવારે થયેલી હિંસામાં પોલીસે તપાસ કરતા 44 લોકોની ધરપકડ કરી હતી. જેમાં તે વ્યક્તિ પણ છે, જેને સ્થાનીક લોકો અને આંદોલનકારીયોની વચ્ચે થયેલી અથડામણની વચ્ચે બચાવ કરી રહેલા અલીપુરના SHO પર તલવારથી હુમલો કર્યો હતો. પોલીસે કહ્યું કે, આ બાબત IPCની ધારા 307, 147, 148, 353 સહિત વિવિધ કલમોમાં કેસ નોંધ્યો છે.