ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ખેડૂતોના પ્રદર્શનનો ચોથો દિવસ, દિલ્હી-હરિયાણા સીમા પર પ્રતિદિન થશે બેઠક

કેન્દ્ર તરફથી બનાવવામાં આવેલા ત્રીજા કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોના પ્રદર્શનનો આજે ચોથો દિવસ છે, ત્યારે દિલ્હીમાં ખેડૂતોના આક્રોશને ધ્યાને રાખીને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે સાંજે ખેડૂતોને પ્રદર્શન ખતમ કરવા અપીલ કરી હતી.

farmers protest against agriculture laws
farmers protest against agriculture laws

By

Published : Nov 29, 2020, 9:59 AM IST

Updated : Nov 29, 2020, 10:05 AM IST

  • ખેડૂતોના પ્રદર્શનનો ચોથો દિવસ
  • દિલ્હી-હરિયાણા સીમા પર પ્રતિદિન થશે બેઠક
  • કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ખેડૂતોને પ્રદર્શન ખતમ કરવા અપીલ

નવી દિલ્હીઃ કેન્દ્ર તરફથી બનાવવામાં આવેલા ત્રીજા કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોના પ્રદર્શનનો આજે ચોથો દિવસ છે, ત્યારે દિલ્હીમાં ખેડૂતોના આક્રોશને ધ્યાને રાખીને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે સાંજે ખેડૂતોને પ્રદર્શન ખતમ કરવા અપીલ કરી હતી.

શાહે અપીલ કરી કે, સિંધુ સીમા પર ભારતીય કિસાન યૂનિયનની પંજાબ એકમના અધ્યક્ષ જગજીત સિંહે કહ્યું કે, ગૃહ પ્રધાન અમિત શાહે એક શરત પર જલ્દી મળવાનું આહ્વાન કર્યું છે, તે સારૂં નથી.

તેમણે કહ્યું કે, શાહે વગર કોઇ શરતે ખુલ્લા દિલથી વાતચીત કરવાની રજૂઆત કરવી જોઇએ. અમે અમારી પ્રતિક્રિયા નક્કી કરવા માટે સવારે બેઠક કરીશું.

દિલ્હી-હરિયાણા બોર્ડર પર સ્થિત સિંઘુ બોર્ડર પર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

આ દરમિયાન ખેડૂતોએ નિર્ણય લીધો છે કે ગૃહ પ્રધાન શાહની અપીલને ધ્યાનમાં રાખીને તેઓ સરહદ પર મળશે. જોકે, ખેડુતો પણ વિરોધ ચાલુ રાખશે. આ નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે, વ્યૂહરચના અંગે ચર્ચા કરવા માટે ખેડુતો રોજ સવારે 11 કલાકે બેઠક કરશે.

હરિયાણાના કરનાલમાં માર્ગદર્શિકાના ભંગનો આરોપ, કેસ નોંધ્યો

હરિયાણામાં ભારતીય ખેડૂત સંઘના પ્રમુખ ગુરનમસિંહ ચડુની અને અન્ય લોકો સામે કરનાલમાં બે કેસ નોંધાયા છે, જેમાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન વચ્ચે આ મામલે કરનાલ ડીએસપીએ જણાવ્યું હતું કે, કરનાલના સદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા છે. વિરોધ દરમિયાન માર્ગદર્શિકાના ભંગ અંગે કેસ નોંધવામાં આવ્યા છે.

Last Updated : Nov 29, 2020, 10:05 AM IST

ABOUT THE AUTHOR

...view details