- આંદોલનના ભવિષ્યને લઇને ખેડૂતોની બેઠક પૂર્ણ
- ખેડૂત નેતા દર્શનપાલ સિંહે ટ્રેક્ટર રેલી ન યોજવાનો નિર્ણય જાહેર કર્યો
- ખેડૂતોના કેસો પાછા લેવા અને MSP ગેરંટીની કરી માંગ
નવી દિલ્હી: હરિયાણા-દિલ્હી બોર્ડર પર આવેલી સિંઘુ બૉર્ડર (delhi haryana singhu border) પર સંયુક્ત કિસાન મોરચાએ આંદોલનના (sanyukt kisan morcha protest) ભવિષ્યની રણનીતિને લઇને બેઠક કરી. ખેડૂતોની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. બેઠકમાં 29 નવેમ્બરના થનારા સંસદ સત્ર દરમિયાન યોજવામાં આવનારી ખેડૂતોની ટ્રેક્ટર રેલી(farmers tractor rally)ને સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિલ્હીમાં ખેડૂત નેતા દર્શન પાલ સિંહે (darshan pal singh farmer leader in delhi) કહ્યું કે, સંયુક્ત કિસાન મોરચાએ 29 નવેમ્બરના સંસદ સુધી કરવામાં આવનારી ટ્રેક્ટર રેલી (farmers tractor rally at parliament)ને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.
ખેડૂતો વિરુદ્ધ થયેલા કેસો પાછા ખેંચવાની માંગ
સંયુક્ત કિસાન મોરચાના એક નેતાનું કહેવું છે કે, "PM નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકાર અને રેલવેને વિરોધ દરમિયાન ખેડૂતોની વિરુદ્ધ કરવામાં આવેલા કેસ (cases against farmers during farmers protest) પાછા લેવાનો નિર્દેશ આપવો જોઇએ." સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું છે કે, સરકારની જાહેરાતથી અમે હજુ સુધી સંમત નથી. અમને MSP પર ગેરંટી મળવી જોઇએ. તેમણે કહ્યું કે, અમે PM મોદીને પત્ર લખ્યો હતો, જેનો જવાબ હજુ સુધી અમને નથી મળ્યો.
માંગો પુરી ના થાય ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે