ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાકેશ ટિકૈત પર હુમલા બાદ ગાજીપુર બોર્ડર પર ખેડૂતોની મહાપંચાયત - ભકિયુના પ્રમુખ નરેશ ટીકૈત પણ સામેલ

ગાજીપુર બોર્ડર પર આજે ખેડૂતોની મહાપંચાયત થશે. તેમાં, ભકિયુના પ્રમુખ નરેશ ટીકૈત પણ સામેલ થવાનાં છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓના ખેડૂતો મહાપંચાયતમાં જોડાવા માટે ગાજીપુર સરહદ તરફ રવાના થયા છે.

રાકેશ ટિકૈત પર હુમલા બાદ ગાજીપુર બોર્ડર પર ખેડુતોની મહાપંચાયત
રાકેશ ટિકૈત પર હુમલા બાદ ગાજીપુર બોર્ડર પર ખેડુતોની મહાપંચાયત

By

Published : Apr 4, 2021, 11:00 AM IST

Updated : Apr 4, 2021, 12:51 PM IST

  • અલવરમાં શુક્રવારે રાકેશ ટિકૈતના કાફલા પર હુમલો થયો હતો
  • રાકેશ ટિકૈતે ગાજીપુર સરહદે ખેડૂતોની મહાપંચાયતની જાહેરાત કરી હતી
  • તીવ્ર આંદોલન સહિત ટિકૈત પરના હુમલા અંગે ચર્ચાઓની સંભાવના

નવી દિલ્હી/ગાઝિયાબાદ: શુક્રવારે અલવરમાં ભારતીય ખેડૂત સંઘના પ્રવક્તા રાકેશ ટિકૈતના કાફલા પર થયેલા હુમલાને પગલે આજે રવિવારે ગાજીપુર બોર્ડર પર મહાપંચાયતની બેઠક બોલાવવામાં આવી છે. મહાપંચાયતમાં કૃષિ કાયદાઓ વિરુદ્ધ તીવ્ર આંદોલન સહિત ટિકૈત પરના હુમલા અંગે ચર્ચાઓ થવાની સંભાવના છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓના ખેડૂતો મહાપંચાયતમાં જોડાવા માટે ગાજીપુર સરહદ તરફ રવાના થયા છે.

આ પણ વાંચો:4થી એપ્રિલે ગુજરાત આવી રહેલા રાકેશ ટિકૈત કોણ છે ?

પંચાયતમાં અનેક રાજ્યોના ખેડૂતો ભાગ લેશે

રાજસ્થાનમાં ભારતીય ખેડૂત સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત પર હુમલો થયા પછી, ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૌધરી નરેશ ટિકૈતે ગાજીપુર સરહદે ખેડૂતોની મહાપંચાયતની જાહેરાત કરી છે. આ પંચાયતમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિતના ઘણા રાજ્યોના ખેડૂતો ભાગ લેશે.

આ પણ વાંચો:4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતમાં કિસાન મોર્ચાનો કાર્યક્રમ યોજાશે: રાકેશ ટિકૈત

ખાપ પ્રમુખો ખેડૂતોની સાથે મહાપંચાયતમાં પહોંચશે

ભકિયુના પ્રમુખ નરેશ ટિકૈત આજે રવિવારે બપોરે યુપી ગેટ પર અનેક ખાપ પ્રમુખો ખેડૂતોની સાથે મહાપંચાયતમાં પહોંચશે. આ સાથે હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓનાં ખેડૂતો પણ ગાજીપુર સરહદે પહોંચી રહ્યા છે. જ્યાં, મહાપંચાયત દરમિયાન આંદોલનને તેજ બનાવવા વ્યૂહરચના હાથ ધરવામાં આવશે.

Last Updated : Apr 4, 2021, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details