ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કૃષિ કાયદાઓના વિરોધમાં આજે ખેડૂતોનું ભારત બંધનું એલાન : 10 કલાકના રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન - નવી દિલ્હી

ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓના વિરોધમાં દેશભરમાં 40 ખેડૂત સંગઠનોએ યુનાઈટેડ કિસાન મોરચા (SKM) ના નેતૃત્વ હેઠળ આજ રોજ "ભારત બંધ" ની હાકલ કરી છે. કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા આજે "ભારત બંધ" એટલે કે, રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોના આ ભારત બંધને અનેક રાજકીય પક્ષોનું સમર્થન મળ્યું છે.

કૃષિ કાયદાઓના વિરોધમાં આજે ખેડૂતોનું ભારત બંધનું એલાન : 10 કલાકના રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન
કૃષિ કાયદાઓના વિરોધમાં આજે ખેડૂતોનું ભારત બંધનું એલાન : 10 કલાકના રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન

By

Published : Sep 27, 2021, 9:36 AM IST

  • કોંગ્રેસ, આપ સહિતના રાજકીય પક્ષોએ ખેડૂતો ભારત બંધને આપ્યું સમર્થન
  • ખેડૂતોના આંદોલનને એક વર્ષ થવા આવ્યું
  • સરકારી કાર્યાલયો, બજારો, દુકાનો, કારનાખા, સ્કૂલ, કોલેજો બંધ રહેશે, એમ્બ્યુલન્સ જેવી સેવા શરૂ રખાશે

નવી દિલ્હી : ખેડૂતો દ્વારા દેશભરમાં ફરી ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે. આજ રોજ દેશભરના ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે. ખેડૂતોનું આ ભારત બંધ નવા કૃષિ કાયદાઓના વિરોધમાં છે. ત્રણેય નવા કૃષિ કાયદાઓને પસાર કર્યાને એક વર્ષથી વધુનો સમય વીતી ગયો છે. ખેડૂતો આ કાયદાઓની વિરૂદ્ધમાં દિલ્હી સરહદે આશરે એક વર્ષથી ધરણા પ્રદર્શનો કરી રહ્યા છે. એવામાં સંયુક્ત કિસાનએ આજે દેશભરમાં ભારત બંધની જાહેરાત કરી છે. સંયુક્ત કિસાન મોર્ચા ઉપરાંત અનેક અન્ય ખેડૂત સંગઠનો પણ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે. કિસાન સંગઠને કહ્યું હતું કે ભારત બંધ શાંતિપૂર્ણ રહેશે. સવારે છ વાગ્યાથી ભારત બંધ શરૂ કરવામાં આવ્યું અને સાંજે ચાર વાગ્યા સુધી જારી રહેશે. આ દરમિયાન અનેક પ્રકારની અવરજવર પર પ્રતિબંધ રહેશે. કેંદ્ર અને રાજ્ય સરકારના કાર્યાલયો, બજારો, દુકાનો, કારખાના, સ્કૂલો, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને ખોલવાની અનુમતી આપવામાં નહીં આવે. ભારત બંધ દરમિયાન એંબ્યુલંસ અને ફાયર સહિતની ઇમર્જન્સી સેવાઓને અનુમતી આપવામાં આવી.

કૃષિ કાયદાઓના વિરોધમાં આજે 10 કલાકના રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન આપ્યું

સંયુક્ત કિસાન મોરચા (SKM) ના નેતૃત્વમાં ખેડૂતોએ ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં આજે 10 કલાકના રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન આપ્યું છે. કોંગ્રેસ સહિત તમામ બિન-એનડીએ પક્ષોએ ખેડૂતોના સંગઠનોના ભારત બંધને ટેકો આપ્યો છે. આરએસએસ સાથે જોડાયેલા ભારતીય મજદૂર સંઘ (બીએમએસ) ને છોડીને અન્ય તમામ વેપારી સંગઠનો હડતાળને ટેકો આપી રહ્યા છે. SKM એ ભારત બંધ દરમિયાન સંપૂર્ણ શાંતિની અપીલ કરી છે અને તમામ ભારતીયોને હડતાલમાં જોડાવા વિનંતી કરી છે. 40 થી વધુ ખેડૂત સંગઠનોની સંસ્થા SKM એ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે 27 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણ ખેડૂત વિરોધી કાળા કાયદાઓને મંજૂરી આપી હતી અને અમલમાં મૂકી હતી. તેના વિરોધમાં સોમવારે સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી દેશભરમાં સંપૂર્ણ બંધ રહેશે.

આ પણ વાંચો : ભારત બંધ : જાણો શું છે કૃષિ કાયદાઓ, જેના પર સરકાર અને ખેડૂતો છે આમને-સામને

કોને કોને ટેકો જાહેર કર્યો જાણો

ખેડૂત સંગઠનો, તેમના સમર્થકો સહિત, ટ્રેડ યુનિયનો સહિત, બંધ દરમિયાન દેશભરમાં જનજીવન સ્થગિત રહે તે સુનિશ્ચિત કરવા માટે એક વિગતવાર યોજના તૈયાર કરી છે. નિવેદનમાં જણાવાયું છે કે, દેશના અન્નદાતાઓ (ખેડૂતો) ને ટેકો વ્યક્ત કરવાનો દિવસ છે જે તમામ ભારતીયોને જીવંત રાખે છે. સાથે જ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, તેલુગુ દેશમ પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, ડાબેરી પક્ષો અને સ્વરાજ ઇન્ડિયાએ બંધને ટેકો આપ્યો છે. કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસ અને તેના કાર્યકરો કિસાન યુનિયન દ્વારા બોલાવાયેલા શાંતિપૂર્ણ 'ભારત બંધ'ને પોતાનો સંપૂર્ણ ટેકો આપશે. અમે અમારા ખેડૂતોના અધિકારોમાં માનીએ છીએ અને કાળા કૃષિ કાયદાઓ સામેની તેમની લડાઈમાં અમે તેમની સાથે ઉભા રહીશું. વેણુગોપાલે કહ્યું, તમામ રાજ્ય કોંગ્રેસ સમિતિના પ્રમુખ, સંગઠનના વડાઓને વિનંતી છે કે દેશભરમાં શાંતિપૂર્ણ ભારત બંધમાં અમારા અન્નદાતા સાથે આવો. બસપા પ્રમુખ માયાવતીએ ટ્વીટ કર્યું કે તેમની પાર્ટી કેન્દ્રના નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ શાંતિપૂર્ણ ભારત બંધના ખેડૂતોના આહવાનને ટેકો આપે છે. કેરળમાં, શાસક એલડીએફ અને કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફ બંનેએ ખેડૂતોના રાષ્ટ્રવ્યાપી બંધને ટેકો આપ્યો છે, જ્યારે ભાજપે આ બંધને લોકો વિરોધી ગણાવ્યો છે. આંધ્રપ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસ સરકારે પણ ભારત બંધને ટેકો આપવાની જાહેરાત કરી છે. પંજાબના નવા મુખ્યમંત્રીએ બંધને પોતાનો ટેકો આપ્યો અને ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને આરજેડી સંયુક્ત રીતે ઝારખંડમાં ભારત બંધની સફળતાની યોજના બનાવી રહ્યા છે. તમિલનાડુમાં, શાસક ડીએમકેએ બંધને ટેકો આપ્યો છે.

સવારે 11 વાગ્યે જંતર -મંતર પર વિરોધ રેલીનું આયોજન કરશે

SKM એ કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં કેન્દ્રીય વેપારી સંગઠનો સવારે 11 વાગ્યે જંતર -મંતર પર વિરોધ રેલીનું આયોજન કરશે. ખેડૂતોના સંગઠને કહ્યું કે, ઘણી વખત બાર એસોસિએશનના સ્થાનિક એકમો અને અખિલ ભારતીય વકીલ સંઘે તેમનો ટેકો આપ્યો છે. ભારત બંધને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીના સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ વધાર્યું છે અને વધારાના જવાનોને તૈનાત કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે, વધારાના જવાનોને ચોકીઓ પર તૈનાત કરવામાં આવ્યા છે, ખાસ કરીને સરહદી વિસ્તારોમાં અને રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશતા દરેક વાહનોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :આજથી 2 દિવસ માટે વિધાનસભાનું ચોમાસું સત્ર, નવા પ્રધાનમંડળની થશે કસોટી

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બંધને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે શહેરની હદમાં આવેલા ત્રણ વિરોધ સ્થળ પરથી કોઈ પણ પ્રદર્શનકારીઓને દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાઓ સામે ખેડૂતો લગભગ એક વર્ષથી આંદોલન કરી રહ્યા છે. ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશે ભૂતકાળમાં કિસાન મહાપંચાયતને સંબોધતા કહ્યું હતું કે જ્યાં સુધી ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાનું આંદોલન સમાપ્ત નહીં કરે.

ABOUT THE AUTHOR

...view details