- રાકેશ ટિકૈતનું નિવેદન સરકાર સાથે સમજૂતી થઇ ગઇ છે
- રાકેશ ટિકૈતે પ્રમાણે સમજૂતી પછી જ આંદોલન પર નિર્ણય શક્ય
- આંદોલન પાછું ખેંચ્યાની જાહેરાત બાદ 7 દિવસનો સમય માંગ્યો
નવી દિલ્હી: ગાઝીપુર બોર્ડર (Gazipur Border) પર ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Farmer leader Rakesh Tikait) કહ્યું છે કે, કાચા કાગળ પર વાતચીત કરવામાં આવશે નહીં. હાલ સરકાર અને ખેડૂતો વચ્ચે લગભગ સમજૂતી થઈ ગઈ છે. સરકાર તરફથી કાયદેસર કાર્યવાહીની રાહ જોવાય રહી છે ત્યાર પછીખેડૂત આંદોલનના ( Farmer Movement) નિર્ણય વિશે વિચારણા કરવામાં આવશે. આજે થનાર બેઠક ખુબ મહત્વની હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો:ગુજરાત મુક્ત કરો : રાકેશ ટીકૈતે દેશવ્યાપી રેલીની જાહેરાત કરી
ખેડૂતોને સમજૂતીના કરારો લેખિતરૂપે સોંપ્યા બાદ આંદોલન પર નિર્ણય લેવાશે
ખેડૂત નેતા રાકેશ ટિકૈત આજે મેરઠ જવા માટે નીકળી ગયા છે. મેરઠમાં રાકેશ ટિકૈત એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ સિંઘુ બોર્ડરની (Sindhu Border) બેઠક માટે નીકળી જશે. આ બેઠકને અત્યંત વિશેષ માનવામાં આવે છે. રાકેશ ટિકૈતે પહેલીવાર કહ્યું કે, ખેડૂતો અને સરકાર વચ્ચે સહમતિ બંધાઇ હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આંદોલન ઉપર વિચાર ત્યારે કરવામાં આવશે જ્યારે ખેડૂતોને સમજૂતીના કરારો લેખિતરૂપે સોંપાશે.
રાકેશ ટિકૈતનું એલાન: આંદોલન પાછું ખેંચ્યા માટે 7 દિવસનો સમય લાગી શકે
રાકેશ ટિકૈતે પહેલા જ એલાન કરી દીધું છે કે, આંદોલન પાછું ખેંચ્યાની જાહેરાત બાદ પણ મોરચા અને માળખાને હટાવવામાં 7 દિવસનો સમય લાગી શકે છે અને ખેડૂતો ધીમે ધીમે તેમનો સમાન પરત લઇ જશે. જ્યારે તંબુ અને પાકું બાંધકામ હટાવવામાં સમય લાગવાની સંભાવના છે. ખેડૂતોનું કહેવું છે કે, તેને પૂરી તૈયારી કરી લીધી છે, પરંતુ ઔપચારીક જાહેરાત (Formal announcement) થયાં બાદ જ પરત જવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો:ખેડૂત આંદોલન નહીં થાય તો, દેશમાં ભૂખના આધારે રોટલીની કિંમત નક્કી થશે : રાકેશ ટિકૈત