ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Farm Laws Withdrawal : ખેડૂતોનો વડાપ્રધાન મોદીને ખુલ્લો પત્ર, જાણો શું કરી માંગ....

કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત (Farm Law Withdrawal) બાદ રવિવારે યુનાઇટેડ કિસાન મોરચાએ વડાપ્રધાનને ખુલ્લો પત્ર (SKM is open letter to PM Modi) લખ્યો છે. આ પત્રમાં આંદોલનકારી ખેડૂતોની છ માંગણીઓ મૂકવામાં આવી છે. આ ઉપરાંત, વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં (farmers letter to pm modi) ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી છે.

Farm Laws Withdrawal : ખેડૂતોને વડાપ્રધાન મોદીનો ખુલ્લો પત્ર, જાણો શું કરી માંગ....
Farm Laws Withdrawal : ખેડૂતોને વડાપ્રધાન મોદીનો ખુલ્લો પત્ર, જાણો શું કરી માંગ....

By

Published : Nov 22, 2021, 7:01 AM IST

  • યુનાઇટેડ કિસાન મોરચાએ વડાપ્રધાનને ખુલ્લો પત્ર લખ્યો
  • આ પત્રમાં આંદોલનકારી ખેડૂતોની છ માંગણીઓ મૂકવામાં આવી
  • સરકારે અગાઉ કૃષિ કાયદાઓને પાછા ખેંચવાની જાહેરાત કરી હતી

નવી દિલ્હી:કૃષિ કાયદાને પાછો ખેંચવાની જાહેરાત (Farm Law Withdrawal) બાદ, સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચેની મડાગાંઠ સમાપ્ત થવાની આશા હતી. જો કે, યુનાઈટેડ કિસાન મોરચા (SKM) એ વડાપ્રધાનને લખેલા એક ખુલ્લા પત્રમાં કહ્યું છે કે, સરકારે ખેડૂતો સાથે તાત્કાલિક વાટાઘાટો શરૂ કરવી જોઈએ, અન્યથા આંદોલન ચાલુ રહેશે.

ખેડૂતોની મુખ્ય માંગણીઓ પર નક્કર જાહેરાત

વડાપ્રધાનને લખેલા ખુલ્લા પત્રમાં SKM (SKM open letter to PM Modi)એ કહ્યું છે કે, તમારા સંબોધનમાં ખેડૂતોની મુખ્ય માંગણીઓ પર નક્કર જાહેરાતના અભાવે ખેડૂતો નિરાશ છે. SKMએ કહ્યું છે કે, કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન (Kisan Andolan) દરમિયાન ખેડૂતો પર નોંધાયેલા કેસો તાત્કાલિક પાછા ખેંચવા જોઈએ. વડાપ્રધાનને લખેલા પત્રમાં SKMએ લખ્યું છે કે, કૃષિ વિરોધી કાયદા આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારોને પુનર્વસન સહાય, વળતર મળવું જોઈએ.

Farm Laws Withdrawal : ખેડૂતોને વડાપ્રધાન મોદીનો ખુલ્લો પત્ર, જાણો શું કરી માંગ....

કાયદાઓને પરત ખેંચવાની બંધારણીય પ્રક્રિયા

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે વડાપ્રધાન મોદીએ કૃષિ કાયદાને હટાવવાને લઈને મોટી જાહેરાત કરી હતી. રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુ પુરબ અને કાર્તિક પૂર્ણિમાના અવસર પર ત્રણ નવા કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે દેશવાસીઓની માફી પણ માંગી હતી. વડાપ્રધાને કહ્યું કે, આ મહિનાના અંત સુધીમાં ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચવાની બંધારણીય પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

કૃષિ કાયદા સંબંધિત સમાચાર-

કેન્દ્રીય કેબિનેટ દ્વારા વિચારણા

અગાઉ, સરકારી સૂત્રોએ રવિવારે જણાવ્યું હતું કે, ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા સંબંધિત બિલો બુધવારે કેન્દ્રીય કેબિનેટ દ્વારા વિચારણા માટે લેવામાં આવે તેવી સંભાવના છે, જેથી તેઓ સંસદના આગામી શિયાળુ સત્રમાં રજૂ કરી શકાય. નોંધનીય છે કે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના આંદોલનકારી ખેડૂતો ગયા વર્ષે નવેમ્બરથી દિલ્હીની સરહદો પર ત્રણ સ્થળોએ બેઠેલા છે અને આ ત્રણેય કાયદાઓને પાછા ખેંચવાની માંગ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ પાછા નહીં હટશે.

ABOUT THE AUTHOR

...view details