મુંબઈઃ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા, નિર્માતા, લેખક, ગાયક અને ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તરના (Farhan Akhtar)ચાહકો માટે સારા સમાચાર છે. ફરહાન ડિઝની પ્લસની આગામી સીરીઝ 'Ms. માર્વેલ' (Ms Marvel Series) જોવા મળશે. શનિવારે (7 મે)ના રોજ આ સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યા છે. હવે અભિનેતાએ એક પોસ્ટ દ્વારા આ સમાચાર પર મહોર લગાવી છે. ફરહાને એક ઈન્સ્ટા પોસ્ટ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચો :મધર્સ ડે પર કવિતાની નકલ કરવા બદલ કાજલ અગ્રવાલ થઈ ટ્રોલ
શું કહ્યું ફરહાન અખ્તરે - શનિવારે ફરહાન અખ્તરે આ સમાચાર ફેલાયા બાદ એક તસવીર શેર (Farhan Akhtar taking Ms Marvel Series) કરી અને તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, 'યુનિવર્સ મને જીવનમાં કંઈક આગળ વધવા, શીખવા અને માણવા માટે જે ભેટ આપી છે. તેના માટે હું આભારી છું.' જો કે તેના પાત્રની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. 'Ms. માર્વેલનું પ્રીમિયર (Ms. Marvel Premiere) 8 જૂનના રોજ થવાનું છે. જેમાં ઈમાન વેલાની કમલા ખાનના પાત્રમાં છે. જેની જર્સી શહેરમાં સંભાળ રાખવામાં આવી છે.
આ પણ વાંચો :લગ્નની 4થી વર્ષગાંઠ પર સોનમ કપૂરે આનંદ આહુજા સાથે ન જોયેલી તસવીરો કરી શેર
Ms. માર્વેલમાં ક્યાં કલાકારો - કલાકારોમાં અરામિસ નાઈટ, સાગર શેખ, ઋષિ શાહ, ઝેનોબિયા શ્રોફ, મોહન કપૂર, મેટ લિન્ટ્ઝ, યાસ્મીન ફ્લેચર, લેથ નક્લી, અઝહર ઉસ્માન, ટ્રવિના સ્પ્રિંગ અને નિમરા બુકા પણ સામેલ છે. આ ઉપરાંત અખ્તર (Ms. Marvel Farhan Akhtar Character) હાલમાં બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ, આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ અભિનિત 'જી લે ઝરા'નું નિર્દેશન કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ મુંબઈ સ્થિત એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નેટફ્લિક્સ અને રિતેશ સિધવાની સાથે ભાગીદારી પણ કરી છે. 'Ms. માર્વેલના એપિસોડ્સ આદિલ અલ અરબી અને બિલાલ ફલાહ, મીરા મેનન અને શર્મિન ઓબેદ-ચિનોય દ્વારા નિર્દેશિત છે.