નવી દિલ્હીઃ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 11 જાન્યુઆરીથી 3 મેચોની ટી-20 સીરીઝ રમાવવાની છે. ભારતીય ટીમમાં કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની એન્ટ્રી થઈ ચૂકી છે. આ બંને લગભગ 14 મહિના બાદ ટી20 ટીમમાં પરત ફરી રહ્યા છે. તેમના કમબેક પર સોશિયલ મીડિયામાં અલગ અલગ રીએક્શન આવી રહ્યા છે. કેટલાક ફેન્સ આ કમબેકને યોગ્ય ગણી રહ્યા છે જ્યારે અન્ય કેટલાક ફેન્સ આ કમબેકને પસંદ કરી રહ્યા નથી.
અફઘાનિસ્તાન સીરીઝ માટે રવિવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. બીસીસીઆઈએ પોતાના ઓફિસિયલ એકાઉન્ટ પર ટીમની જાહેરાત કરી હતી. આ જાહેરાત થતા જ ફેન્સે રોહિત શર્મા અને વિરાટ કોહલીના કમબેક પર કોમેન્ટનો મારો ચલાવ્યો હતો.
રોહિતના કમબેક પર એક યૂઝરે લખ્યું કે, કેપ્ટન રોહિત શર્મા 14 મહિના બાદ ટી 20માં પરત ફરી રહ્યો છે. આ ટી 20માં ધમાકેદાર કમબેકને કારણે ટી 20 વર્લ્ડ કપ જીતી શકાશે. અન્ય એક યૂઝરે લખ્યું કે, આવો ધવન, ચહલ, ભૂવી, રહાણે, અશ્વિન અને જાડેાજાને ટી 20 ટીમમાં પરત લાવીએ કારણ કે સતત હારેલા રોહિત શર્માએ ટી 20માં કમબેક કરી લીધું છે. 2024ના વર્લ્ડ કપનું સપનું ચકનાચૂર કર્યુ હતું. એક વર્ષ અગાઉ ભારત માટે છેલ્લી વાર ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીનું કમબેક થયું છે. કોહલી માટે એક યૂઝરે લખ્યું કે, વિરાટ કોહલીનું કમબેકનું કારણ શું???, અન્ય એક યૂઝરે લખ્યું કે કિંગ વિરાટ કોહલી ટી 20 ટ્રોફી સાથે ક્રિકેટ સફર પૂરી કરશે.
રોહિતે ભારત માટે 148 ટી 20 મેચોમાં 140 ઈનિંગ્સમાં 4 સેન્ચ્યૂરી અને 29 ફિફ્ટી સાથે 3835 રન બનાવ્યા છે.
વિરાટે ટીમ ઈન્ડિયા માટે 115 ટી 20 મેચોમાં 107 ઈનિંગ્સમાં 1 સેન્ચ્યૂરી અને 37 ફિફ્ટી સાથે 4008 રન બનાવ્યા છે.
- india pakistan match: મોદી સ્ટેડિયમ બહાર ક્રિકેટપ્રેમીઓનો સૈલાબ, વિરાટ કોહલીનો ડુપ્લીકેટ બન્યો આકર્ષણનું કેન્દ્ર
- T20 TEAM: T20 વર્લ્ડ કપ 2024 માટે રોહિત અને વિરાટમાંથી કોની વાપસી, જાણો કોને મળશે તક