ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રખ્યાત અભિનેત્રી સાયરા બાનુની તબિયત લથડી, મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર હેઠળ - સાયરા બાનુની તબિયત લથડી

અભિનેતા દિલીપ કુમારની પત્ની અને પ્રખ્યાત અભિનેત્રી સાયરા બાનુને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાઈ બ્લડ પ્રેશર અને સુગર લેવલને કારણે અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિનેત્રીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. 77 વર્ષીય સાયરા બાનુ હાલમાં ICU માં છે.

પ્રખ્યાત અભિનેત્રી સાયરા બાનુની તબિયત લથડી, મુંબઈની હિન્દુજા હોસ્પિટલ સારવાર હેઠળ
પ્રખ્યાત અભિનેત્રી સાયરા બાનુની તબિયત લથડી, મુંબઈની હિન્દુજા હોસ્પિટલ સારવાર હેઠળ

By

Published : Sep 1, 2021, 1:53 PM IST

  • ખ્યાત અભિનેત્રી સાયરા બાનુની તબયત લથડી
  • મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • અભિનેત્રીને શ્વાસ લેવામાં તકલીફ

હૈદરાબાદ: મશહૂર અભિનેતા દિલીપ કુમારની પત્ની પ્રખ્યાત અભિનેત્રી સાયરા બાનુને હાઈ બ્લડ પ્રેશર અને સુગર લેવલને કારણે અભિનેત્રીને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિનેત્રીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. 77 વર્ષીય સાયરા બાનુ હાલમાં ICU માં છે.

દિલીપ કુમારનું 7 જુલાઈના રોજ નિધન થયું

ઉલ્લેખનીય છે કે દિલીપ કુમારનું 7 જુલાઈના રોજ નિધન થયું હતું. 98 વર્ષના દિલીપ કુમારે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. દિલીપ સાહેબ તેમની પત્ની અને અભિનેત્રી સાયરા બાનુ સાથે તેમના અંતિમ શ્વાસ સુધી હતા. સાયરા દિલીપ કુમારનું ખાસ ધ્યાન રાખતી હતી અને ચાહકોને સતત પ્રાર્થના કરવાની અપીલ પણ કરતી હતી.

સાયરા બાનુએ ઈન્ટરવ્યૂમાં જણાવેલ...

તમને જાણીને નવાઈ લાગશે કે, સાયરા બાનુ દિલીપ સાહેબ કરતા 22 વર્ષ નાના છે. એક ઈન્ટરવ્યૂમાં સાયરા બાનુએ કહ્યું હતું કે, તે 12 વર્ષની ઉંમરથી સાયરા દિલીપ કુમાર સાથે પ્રેમમાં હતા. જ્યારે દિલીપ સાહેબને આ વિશેની જાણ થતા તે સમયે તેઓ 44 વર્ષના હતા. વર્ષ 1966 માં સાયરા અને દિલીપના લગ્ન ખૂબ ધામધૂમથી થયા હતા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત 1961માં શમ્મી કપૂરની ફિલ્મ જંગલીથી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details