- હનુમાનગઢ મંદિરમાં બોમ્બ રાખવામાં આવ્યો મળી હતી બાતમી
- ડોગ સ્ક્વોડ ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની મદદથી મંદિરની તપાસ કરાઇ
- હનુમાનગઢ મંદિરમાં બોમ્બ હોવાના સમાચાર મળતા ખળભળાટ
અયોધ્યા: શનિવારે રાત્રે 9 વાગ્યે અયોધ્યાના સહદતગંજ વિસ્તારમાં આવેલા હનુમાનગઢ મંદિરમાં બોમ્બ હોવાના સમાચાર મળતા ખળભળાટ મચ્યો હતો. પોલીસને એક અજાણ્યા ફોન કોલ દ્વારા બાતમી મળી હતી કે, મંદિરની અંદર બોમ્બ રાખવામાં આવ્યો છે. જ્યારે ગુરુપૂર્ણિમાના તહેવારને કારણે ભંડારા મંદિર પરિસરમાં જઇ રહ્યા હતા અને ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. એસ.એસ.પી. શૈલેષ પાંડે પોલીસ દળ સાથે ઘટના સ્થળે પહોંચી મંદિર ખાલી કરાવ્યું હતું અને ડોગ સ્ક્વોડ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની મદદથી સમગ્ર મંદિરની સઘન તપાસ કરવામાં આવી હતી.
રામ શહેર અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ
શનિવારના રોજ ગુરુ પૂર્ણિમાના તહેવારને કારણે રામ શહેર અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ હોઇ છે. આવી સ્થિતિમાં પોલીસ વહીવટી તંત્ર પણ ખૂબ સાવચેતી ભર્યું હતું. લખનઉમાં અલ કાયદાની આનુષંગિક સંગઠનના આતંકીઓના મામલા બાદ અયોધ્યાને ખૂબ સંવેદનશીલ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, શહેરના પ્રતિષ્ઠિત હનુમાન મંદિરમાં બોમ્બ હોવાના સમાચાર મળતાની સાથે જ પોલીસ વહીવટ સજાગ બન્યા હતુ. એસએસપી શૈલેષ પાંડેની ઉપસ્થિતિમાં બોમ્બ ડિસ્પોઝલ ટીમ અને ડોગ સ્કવોડની ટીમે પરિસરને ઘેરી લીધો હતો. આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો હતો. મંદિરની અંદર ચેકિંગ ઝૂબેશ ચલાવીને મંદિરની બહાર પાર્ક કરેલા વાહનો અને મંદિરની પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ કશું મળી આવ્યું નથી.
આ પણ વાંચો:ખેડબ્રહ્મા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જગતજનની જગદંબાને સોનાનું સિંહાસન કરાયું અર્પણ
મંદિરમાં બોમ્બ અંગે ખોટી માહિતી આપનારને કબજે કરાયો