- ટ્રમ્પની કથિત ઉશ્કેરણીજનક પોસ્ટને કારણે અમેરિકી સાંસદમાં હિંસક ઘટના બની હતી
- ટ્રમ્પનું ફેસબુક એકાઉન્ટ સસ્પેન્શન યોગ્ય, નહીં કરવામાં આવે પુન:સ્થાપિત
- ડોનાલ્ડ ટ્રમ્પનું ફેસબુક એકાઉન્ટ ચાર મહિના પહેલા સ્થગિત કરાયું હતું
સૈન ફ્રાન્સિસ્કો: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)નું ફેસબુક (Facebook)એકાઉન્ટ સસ્પેન્ડ રહેશે. સુપરવિઝન બોર્ડે ટ્રમ્પના ફેસબુકથી સસ્પેન્શનને સમર્થન આપતાં કહ્યું છે કે કંપની યોગ્ય દંડ લાદવામાં નિષ્ફળ ગઈ છે. આપને જણાવી દઈએ કે, રાજધાની વોશિંગ્ટનમાં 6 જાન્યુઆરીએ સંસદ સંકુલમાં હિંસા ભડકાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પનું ફેસબુક એકાઉન્ટ ચાર મહિના પહેલા સ્થગિત કરાયું હતું.
આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પને મળી મહાભિયોગથી રાહત, કેપિટલ હિલમાં હિંસા ભડકાવવાના આરોપથી થયા મુક્ત
ટ્રમ્પનું ફેસબુક એકાઉન્ટ સસ્પેન્શન યોગ્ય
અમેરિકામાં હિંસા ફાટી નીકળ્યા બાદ ચાર મહિના પહેલા ટ્રમ્પના ફેસબુકને સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. 6 જાન્યુઆરીએ અમેરિકી કેપિટલ હિલ હિંસા કેસ બાદ ફેસબુકના ઓવરસાઇટ બોર્ડે આજે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં ટ્રમ્પના ખાતાને કાયમી ધોરણે પ્રતિબંધ આપવાનો નિર્ણય કર્યો છે.