ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અફઘાનિઓ માટે ફેસબૂકે જારી કર્યા સેફ્ટી ટૂલ, તાલિબાનથી બચવામાં કરશે મદદ - અફઘાનિઓ માટે ફેસબૂકે જારી કર્યા સેફ્ટી ટૂલ

ફેસબૂકે અફઘાનિસ્તાન યૂઝર્સ માટે સિક્યોરીટી ટૂલ જારી કર્યું છે. જો કે, આમાં વન ક્લિક પ્રોફાઇલ લોકનું પણ એક ખાસ ફિચર છે.

અફઘાનિઓ માટે ફેસબૂકે જારી કર્યા સેફ્ટી ટૂલ
અફઘાનિઓ માટે ફેસબૂકે જારી કર્યા સેફ્ટી ટૂલ

By

Published : Aug 20, 2021, 4:49 PM IST

  • અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો થઇ ચૂક્યો છે
  • ફેસબૂકે ત્યાંના યૂઝર્સ માટે એક ટૂલનું એલાન કર્યું
  • અફઘાનિસ્તાનના યૂઝર્સ માટે જારી કરવામાં આવેલા ટૂલમાં એક ફિચર યૂઝર કંટ્રોલનું છે

વોશિંગ્ટન: અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો થઇ ચૂક્યો છે અને આવી સ્થિતિમાં ત્યાં ઘણા લોકો ડરી ગયા છે. સોશિયલ મીડિયા ત્યાં પણ ઉપયોગ કરવામાં આવી રહ્યું છે અને ફેસબૂક વધુ પોપ્યુલર છે. એવામાં ફેસબૂકે ત્યાંના યૂઝર્સ માટે એક ટૂલનું એલાન કર્યું છે.

આ પણ વાંચો- ટ્વીટર અને ફેસબૂક પર સૌથી વધુ સક્રિય ભારતના 10 પ્રકાશનો

કંપનીએ વન ક્લિક ટૂલ રજૂ કર્યું છે

અફઘાનિસ્તાનના યૂઝર્સ માટે જારી કરવામાં આવેલા ટૂલમાં એક ફિચર યૂઝર કંટ્રોલનું છે જે અંતર્ગત ફેસબૂક યૂઝર્સ આપણા એકાઉન્ટને લોક કરી શકે છે. કંપનીએ વન ક્લિક ટૂલ રજૂ કર્યું છે જેનો ઉપયોગ કરીને યૂઝર્સ પોતાનું એકાઉન્ટ તરત લોક કરી શકશે. ફેસબૂક મુજબ એકાઉન્ટ લોક થતાં જ એ લોકો જે ફેસબૂક ફ્રેન્ડ નથી તેઓ યૂઝર્સનો પ્રોફાઇલ ફોટો સુધી ડાઉનલોડ કરી નહી શકે. એકાઉન્ટમાંથી કરેલી પોસ્ટથી લઇને લોકેશન અથવા બીજી કોઇ જાણકારી પણ દેખાશે નહી.

કેટલાય લોકો પોતાની ડિજિટલ આઇડેંટિટીને લઇને ડરેલા છે

જો કે, અફઘાનિસ્તાનમાં કેટલાય લોકો પોતાની ડિજિટલ આઇડેંટિટીને લઇને ડરેલા છે. કારણ કે હવે ત્યાના લોકોના ડિજિટલ આઇડેંટિટીના ડેટાબેસ પણ તાલિબાનના કબજામાં છે, તેથી લોકોને ડર છે કે, ક્યાંક તેના દ્વારા તાલિબાન તેમને નુક્સાન ન પહોંચાડી શકે.

લોકોની ડિટિજલ આઇડેંટિટી સિક્યોર કરવી પડશે

ફેસબૂકના સિક્યોરિટી હેડે કહ્યું કે, ગયા અઠવાડિયાથી ટીમ રાત-દિવસ કામ કરી રહી છે કારણ કે લોકો સેફ રહી શકે. તેમણે કહ્યું છે કે, ખરાબ અભિનેતાઓ ફેસબુકનો ખોટો લાભ ન ​​લઇ શકે, તેથી વપરાશકર્તાની સુરક્ષા માટે કેટલાક સુરક્ષા પગલાં લેવામાં આવી રહ્યા છે. ફેસબૂક સિક્યોરિટી હેડ મુજબ ફેસબૂકે સ્પોશિયલ ઓપરેશન સેન્ટર તૈયાર કર્યું છે જે અફઘાનિસ્તાનના યૂઝર્સની મદદ કરશે. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ હ્યુમન રાઇટ્સ વર્કર્સે કહ્યું હતું કે, ત્યાંના લોકોની ડિટિજલ આઇડેંટિટી સિક્યોર કરવી પડશે.

આ પણ વાંચો- નાગરિકોના ખાનગીપણાનું રક્ષણ કરવાની જવાબદારી સરકારની

માર્ગદર્શિકા પણ તૈયાર કરાઇ છે

ડેટાબેસથી યૂઝર્સના ડેટા લઇને તેનો ખોટો ઉપયોગ સાવ સામાન્ય વાત છે. માનવાધિકાર કાર્યકરોએ ત્યાંના લોકો માટે માર્ગદર્શિકા પણ તૈયાર કરી છે કે, યૂઝર્સ તેમના ડિજિટલ ટ્રેસને કેવી રીતે ભૂંસી શકે છે અને તેમને કેવી રીતે બાયપાસ કરી શકે છે .

ABOUT THE AUTHOR

...view details