ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Facebook Meet Parliamentary Panel : ફેસબુકના ટોચના અધિકારીઓ સોમવારે સંસદીય સમિતિ સમક્ષ થશે હાજર - ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય

કોંગ્રેસના નેતા શશિ થરૂરની આગેવાની હેઠળની સંસદીય સમિતિ સમક્ષ સોમવારે ફેસબુક ઈન્ડિયાના (Facebook India) વરિષ્ઠ અધિકારીઓ હાજર થાય તેવી શક્યતાઓ છે.

Parliamentary Panel On Monday: ફેસબુકના ટોચના અધિકારીઓ સોમવારે સંસદીય સમિતિ સમક્ષ થશે હાજર
Parliamentary Panel On Monday: ફેસબુકના ટોચના અધિકારીઓ સોમવારે સંસદીય સમિતિ સમક્ષ થશે હાજર

By

Published : Nov 29, 2021, 10:56 AM IST

  • ફેસબુક ઈન્ડિયાના પ્રતિનિધિઓના મંતવ્યો જાણવા સોમવારે બેઠક યોજાશે
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ટોચના અધિકારીઓને બોલાવવામાં આવ્યા
  • સોશિયલ મીડિયામાં મહિલાઓની સુરક્ષા પર ચર્ચા કરવામાં આવશે

નવી દિલ્હી: લોકસભા સચિવાલય તરફથી આપવામાં આવેલી નોટીસ અનુસાર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવા અને સામાજિક અને ઓનલાઈન સમાચારોના દુરુપયોગને રોકવાના વિષય પરફેસબુકઈન્ડિયાના (Facebook India) પ્રતિનિધિઓના મંતવ્યો જાણવા સોમવારે બેઠક યોજાશે.

આ પણ વાંચો:ફેબ્રુઆરી 2020 રમખાણો: દિલ્હી વિધાનસભા પેનલે ફેસબુક ઇન્ડિયાને પાઠવ્યું સમન્સ

સોશિયલ મીડિયામાં મહિલાઓની સુરક્ષા પર ચર્ચા કરવામાં આવશે

આ બેઠકમાં ડિજિટલ વિશ્વમાં ખાસ કરીને સોશિયલ મીડિયામાં મહિલાઓની સુરક્ષા પર ચર્ચા કરવામાં આવશે. તેમજ નોટિસ અનુસાર ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના (Ministry of Electronics and Information Technology) ટોચના અધિકારીઓ પણ આ જ મુદ્દે સમિતિ સમક્ષ હાજર થશે. સમિતિએ આ વિષય પર ઘણી બેઠકો યોજી છે અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ટોચના અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો:જો તમે તમારું ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરી દો તો તમારી લાઈફ સ્ટોરીઝનું શું થશે?

ABOUT THE AUTHOR

...view details