- વિદેશપ્રધાન જયશંકરે બુધવારે કુવૈતની મુલાકાત લે તેવી સંભાવના
- તેલ સમૃદ્ધ ગલ્ફ દેશ સાથે ભારતના સંબંધો વધુ ગાઢ બની શકે
- વૈતના વિદેશ પ્રધાન માર્ચમાં ભારતની મુલાકાતે આવ્યા હતા
નવી દિલ્હી :વિદેશપ્રધાન જયશંકરે બુધવારે કુવૈતની મુલાકાતે આવે તેવી સંભાવના છે, જેનાથી તેલ સમૃદ્ધ ગલ્ફ દેશ સાથે ભારતના સંબંધો વધુ ગાઢ બની શકે છે. રાજનયિકી સૂત્રોએ આ માહિતી આપી હતી.
આ પણ વાંચો : વિદેશ પ્રધાન જયશંકરે રાજપીપળામાં JCB ચલાવી તળાવનું ખોદકામ શરૂ કરાવ્યું
બન્ને પક્ષે સંયુક્ત કમિશન બનાવવાનો નિર્ણય લીધો
ઉર્જા, વેપાર, માનવશક્તિ, રોકાણ, અને માહિતી ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત કરવા બંન્ને દેશોએ સંયુક્ત પ્રધાન કમિશન બનાવવાનો નિર્ણય લીધો તેના ત્રણ મહિના પછી જયશંકરની મુલાકાત થઇ રહી છેે. કુવૈતના વિદેશ પ્રધાન શેખ અહમદ નાસિર અલ મોહમ્મદ અલ સબાહ માર્ચમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન બન્ને પક્ષે સંયુક્ત કમિશન બનાવવાનો નિર્ણય લીધો હતો.