અમૃતસરઃપાકિસ્તાન દ્વારા વધુ એક નાપાક કૃત્ય કરવામાં આવ્યું છે. મોડી રાત્રે અમૃતસરના અજનાલામાં (Explosives thrown by drone in Ajnala late night) પાકિસ્તાન તરફથી ડ્રોનથી વિસ્ફોટકો છોડવામાં આવ્યા હતા. BSF દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ડ્રોન પાકિસ્તાન તરફ ફરી ગયું હતું. મળતી માહિતી મુજબ, અજનાલાના રામદાસ પોલીસ સ્ટેશન પાસે ભારત-પાકિસ્તાન બોર્ડર પર BOP પંજરાઈ ખાતે ડ્રોન જોવા મળ્યું હતું, ત્યારબાદ ફરજ પરના BSFના જવાનોએ ડ્રોન પર ગોળીબાર કરી હુમલો કર્યો હતો.
BSF અને પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું
BSFની આ કાર્યવાહી બાદ ડ્રોન પાકિસ્તાન તરફ પરત ફરી ગયું હતું. મળતી માહિતી મુજબ આ ડ્રોન પાકિસ્તાનથી આવ્યું છે. આ ઘટના બાદ BSF (BSF running search operation )અને પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. ડ્રોને ભારત તરફ એક વિસ્ફોટક ઉપકરણ છોડ્યું છે. હાલ BSFના અધિકારીઓ આ ઉપકરણની તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો:jammu kashmir: કનાચક વિસ્તારમાં ડ્રોનને પાડી દેવાયુ