ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Explosion in Southern China Cafeteria: દક્ષિણી ચીનના કેફેટેરિયામાં થયેલા વિસ્ફોટમાં 16 લોકોના મોત

ચીનમાં શુક્રવારે એક કાર્યાલયના કેફેટેરિયામાં બપોરે ભોજનના સમયે વિસ્ફોટ (Explosion in Southern China Cafeteria) થયો હતો, જેમાં 16 લોકોના મોત થયા છે. ગેસ લીકના કારણે વિસ્ફોટ થયું હોવાનું (Explosion in China due to gas leak ) સામે આવ્યું છે.

Explosion in Southern China Cafeteria: દક્ષિણી ચીનના કેફેટેરિયામાં થયેલા વિસ્ફોટમાં 16 લોકોના મોત
Explosion in Southern China Cafeteria: દક્ષિણી ચીનના કેફેટેરિયામાં થયેલા વિસ્ફોટમાં 16 લોકોના મોત

By

Published : Jan 8, 2022, 1:42 PM IST

બેઈજિંગ (ચીન): દક્ષિણ પશ્ચિમ ચીનમાં શુક્રવારે એક કાર્યાલયના કેફેટેરિયામાં બપોરે ભોજન સમયે વિસ્ફોટ (Explosion in Southern China Cafeteria) થયો હતો, જેના કારણે 16 લોકોના મોત થયા હતા. જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી.

આ પણ વાંચો-CM On Tamil Nadu Blast: બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા લોકોને મુખ્યપ્રધાને કરી વળતરની જાહેરાત

ઈજાગ્રસ્ત થયેલા લોકોમાંથી એકની હાલત ગંભીર

ચોંગકિંગ શહેરના તંત્રએ એક ઓનલાઈન નિવેદનમાં કહ્યું હતું કે, વિસ્ફોટનું કારણ ગેસ લીક (Explosion in China due to gas leak) હોઈ શકે છે. વિસ્ફોટમાં કેફેટેરિયા પડી ગયું, જેનાથી પીડિતો અંદર ફસાઈ ગયા હતા. તો બચાવકર્મીઓએ પીડિતોને શોધવા માટે રાત્રે કાટમાળ હટાવવાનું કામ (Rescue operation in China Cafeteria) કર્યું હતું અને અડધી રાત સુધી મૃતદેહ શોધ્યા હતા. તો જીવતા બચેલા લોકોમાંથી એક લોકોની હાલત ગંભીર જાણવા મળી રહી છે.

આ પણ વાંચો-Ludhiana Court Blast Case : લુધિયાણા બ્લાસ્ટના શંકાસ્પદ મુલતાનીની પૂછપરછ માટે NIAની ટીમ જર્મની જશે

બપોરે 12.10 વાગ્યે થયો હતો વિસ્ફોટ

વૂલોંગ ડિસ્ટ્રિક્ટના એક સરકારી કાર્યાલયમાં બપોરે 12 વાગ્યે 10 મિનિટ પર વિસ્ફોટ (Explosion at a government office in Woolong District) થયો હતો. આ ડિસ્ટ્રિક્ટ ચોંગકિંગ શહેરના કેન્દ્રથી લગભગ 75 કિલોમીટર પશ્ચિમમાં છે અને પોતાની સુંદર કાર્સ્ટ રોક રચનાઓના કારણે જાણીતું છે.

ABOUT THE AUTHOR

...view details