ચંદીગઢઃ લુધિયાણા કોર્ટમાં બ્લાસ્ટ (EXPLOSION IN DISTRICT COURT) થયો છે. આ અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયાં છે અને એકનું મોત થયું છે. આ બ્લાસ્ટ બીજા માળે થયો હતો.
EXPLOSION IN DISTRICT COURT: લુધિયાણા કોર્ટમાં બ્લાસ્ટ, 3 ઈજાગ્રસ્ત મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું દોષિતોને બક્ષવામાં નહીં આવે
અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ મામલે પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે, હું લુધિયાણા જઈ રહ્યો છું. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કેટલાક રાષ્ટ્રવિરોધી તત્વો આવા કૃત્યો કરી રહ્યા છે. સરકાર હાઈ એલર્ટ પર છે. દોષિતોને બક્ષવામાં આવશે નહીં.
પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને બચાવ કાર્ય ચાલુ
લુધિયાણાના CP ગુરપ્રીત સિંહ ભુલ્લરે જણાવ્યું કે, "લુધિયાણા કોર્ટ સંકુલના બીજા માળે રેકોર્ડ રૂમ પાસે વિસ્ફોટનો અવાજ સંભળાયો, ત્યારે જિલ્લા કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી હતી. તપાસ માટે ચંદીગઢથી બોમ્બ ડિસ્પોઝલ ટીમ અને ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી છે. પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને બચાવ કાર્ય ચાલુ છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
આ પણ વાંચો: Omicron Infection : ઓમિક્રોન ડેલ્ટા કરતાં ઓછું જોખમી, હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ઓછી
આ પણ વાંચો: Events of 2021: વાંચો એમપીની મર્દાની કહાણીઓ, જેઓએ જીવ બચાવવા માટે મોત સામે બાથ ભીડી