ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Corona Fourth Wave: જૂનમાં કોરોનાની ચોથી લહેરની આગાહી પર નિષ્ણાતોએ ઉઠાવ્યા પ્રશ્નો - જૂનમાં કોરોનાની ચોથી લહેર

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) કાનપુરના સંશોધકોએ કોરોનાની સંભવિત લહેર વિશે અનુમાન (IIT Kanpur study) લગાવ્યું છે, જે પછી તેના વિશે ચર્ચા છેડાઈ (Coronas fourth wave in June) ગઈ છે. ઘણા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જૂનમાં કોરોનાની ચોથી લહેરની (Corona Fourth Wave) આગાહી 'ડેટા એસ્ટ્રોલોજી' અને અટકળો હોઈ શકે છે.

Corona Fourth Wave: જૂનમાં કોરોનાની ચોથી લહેરની આગાહી પર નિષ્ણાતોએ ઉઠાવ્યા પ્રશ્નો
Corona Fourth Wave: જૂનમાં કોરોનાની ચોથી લહેરની આગાહી પર નિષ્ણાતોએ ઉઠાવ્યા પ્રશ્નો

By

Published : Mar 5, 2022, 8:36 PM IST

Updated : Mar 5, 2022, 8:58 PM IST

નવી દિલ્હી: ઘણા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ફોરકાસ્ટ મોડલ માત્ર ટૂંકા ગાળાની આગાહી માટે જ સારું છે અને જૂનમાં કોરોના મહામારીના ચોથી લહેરની આગાહી (Corona Fourth Wave) 'આંકડાકીય જ્યોતિષ' અને IIT કાનપુરના અભ્યાસમાં (Coronas fourth wave in June) અનુમાન હોઈ શકે છે.

ભવિષ્યમાં નવી લહેર વિશે ચોક્કસપણે કહી શકતા નથી

આગામી 3 મહિનામાં કોરોનાના કેસો ફરી વધશે એવી આશંકા દૂર કરતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભારતમાં મોટાભાગના લોકોને રસીના બે ડોઝ મળ્યા છે અને એકવાર તેઓ કુદરતી રીતે સંક્રમિત થયા છે, તેથી જો ચોથી લહેર આવે તો પણ, હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુના સંદર્ભમાં પરિણામો વ્યવસ્થાપિત હશે, જો વાયરસનું કોઈ નવો વેરિઅંન્ટ ન આવે તો. ચેન્નાઈ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેથેમેટિકલ સાયન્સ (IMSc) ના પ્રોફેસર સીતાભરા સિન્હાએ જણાવ્યું હતું કે, "સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને વર્તમાન પ્રેક્ટિસને જોતા, અમે ભવિષ્યમાં નવી લહેર વિશે ચોક્કસપણે કહી શકતા નથી.

આ પણ વાંચો:New guideline Gujarat government: ગુજરાત સરકારની નવી કોરોના ગાઇડલાઇન, માસ્ક સિવાયના તમામ પ્રતિબંધો હટાવાયા

IIT કાનપુરે આશંકા વ્યક્ત કરી હતી

ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) કાનપુરના લેટેસ્ટ મોડલ સ્ટડીમાં (IIT Kanpur study) એવું કહેવામાં આવ્યું હતું કે, શક્ય છે કે કોરોના મહામારીની ચોથી લહેર 22 જૂનથી શરૂ થઈ શકે છે અને ઓગસ્ટના મધ્ય સુધી ચાલી શકે છે. IIT કાનપુરના સંશોધક એસ. પ્રસાદ રાજેશ ભાઈ, શુભ્ર શંકર ધર અને શલભ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, કોરોના વાયરસના નવા વેરિઅંન્ટની વ્યાપક અસર થવાની શક્યતા છે.

અમે સતર્ક રહી શકીએ છીએ અને ઝડપથી ડેટા એકત્રિત કરી શકીએ છીએ

મહામારીની શરૂઆતથી ભારતમાં કોરોનાના કેસ પર નજર રાખી રહેલા ગૌતમ મેનને કહ્યું કે, 'સમય પોતે જ શંકાસ્પદ છે.' હરિયાણાની અશોકા યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્ર અને જીવવિજ્ઞાન વિભાગના પ્રોફેસર મેનને કહ્યું, "મને આવી કોઈ આગાહી પર વિશ્વાસ નથી, ખાસ કરીને જ્યારે તારીખ અને સમય આપવામાં આવે છે." 'અમે ભવિષ્ય વિશે કોઈ આગાહી કરી શકતા નથી, કારણ કે, આવનારા નવા વેરિઅંન્ટ વિશે અજ્ઞાત છે. જો કે, અમે સતર્ક રહી શકીએ છીએ અને ઝડપથી ડેટા એકત્રિત કરી શકીએ છીએ જેથી અસરકારક અને ઝડપી પગલાં લઈ શકાય.

હેલ્થ એક્સપર્ટ ભમર મુખર્જીએ આ વાત કહી

હેલ્થ એક્સપર્ટ ભ્રામર મુખર્જીએ પણ સંમતિ દર્શાવતા કહ્યું કે, IIT કાનપુર દ્વારા આપવામાં આવેલી આગાહી જ્યોતિષ છે અને આંકડા નથી. યુએસની મિશિગન યુનિવર્સિટીના ગ્લોબલ હેલ્થના પ્રોફેસર મુખર્જીએ કહ્યું, "હું આગાહીમાં વિશ્વાસ કરતો નથી." મારા અનુભવ મુજબ આગાહી મોડલ ટૂંકા ગાળા માટે એટલે કે આગામી 2 થી 4 અઠવાડિયાની આગાહી માટે સારું છે. લાંબા ગાળે તે ભરોસાપાત્ર નથી. શું દિવાળીના સમયે કોઈએ ઓમિક્રોનની આગાહી કરી હશે? ભૂતકાળ પર આધારિત જ્ઞાન પ્રત્યે આપણે થોડી નમ્રતા રાખવી જોઈએ.'

આ પણ વાંચો:ભારતમાં કોરોના કેસમાં નોંધાયો ઘટાડો, 24 કલાકમાં 10, 273 કેસ નોંધાયા

IIT કાનપુરની આગાહી સ્પષ્ટ નથી

રામનન લક્ષ્મીનારાયણ, મહામારીના નિષ્ણાત અને વોશિંગ્ટન અને નવી દિલ્હીમાં સેન્ટર ફોર ડીસીના ડાયનેમિક્સ, ઇકોનોમિક્સ એન્ડ પોલિસીના ડાયરેક્ટરનું માનવું છે કે, શક્ય છે કે નવા નાના વેરિઅંન્ટ આવી શકે છે, પરંતુ IIT કાનપુરની આગાહી સ્પષ્ટ નથી. અભ્યાસનો બચાવ કરતાં તેના લેખકો રાજેશભાઈ, શંકર ધર અને શલભે સંયુક્ત ઈ-મેલમાં જણાવ્યું હતું કે, પેપરમાં કરવામાં આવેલી વૈજ્ઞાનિક ગણતરીઓ આંકડાકીય નમૂનાઓ અને વૈજ્ઞાનિક ધારણાઓ પર આધારિત છે. આવા મોડેલો અને ધારણાઓનો ઉપયોગ શૈક્ષણિક અને સંશોધનમાં સામાન્ય છે.

Last Updated : Mar 5, 2022, 8:58 PM IST

ABOUT THE AUTHOR

...view details