EXIT POLL: પશ્ચિમ બંગાળમાં TMC, અસમમાં ભાજપ અને તમિલનાડુમાં DMK આગળ - અસમમાં ભાજપ
પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ, કેરળ અને પુડ્ડુચેરી વિધાનસભા ચૂંટણી માટે મતદાન સમાપ્ત થયા પછી હવે પાંચ રાજ્યોના પરિણામોને લઈને એક્ઝિટ પોલના અંદાજ સામે આવી રહ્યા છે. જાણો કયા રાજ્યમાં કયા પક્ષની સરકાર બનવાનો અંદાજ છે.
EXIT POLL: પશ્ચિમ બંગાળમાં TMC, અસમમાં ભાજપ અને તમિલનાડુમાં DMK આગળ
By
Published : Apr 29, 2021, 10:29 PM IST
|
Updated : Apr 30, 2021, 7:08 PM IST
2021માં કુલ 5 રાજ્યોમાં યોજાઈ હતી વિધાનસભાની ચૂંટણી
પ. બંગાળમાં સૌથી વધુ 8 તબક્કામાં યોજાયું હતું મતદાન
2 મે ના રોજ જાહેર થશે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ
હૈદરાબાદ: પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થયા બાદ હવે એક્ઝિટ પોલનો અંદાજ સામે આવ્યો છે. ચાલો એક નજર કરીએ કે જુદી જુદી સર્વે એજન્સીઓ અને ચેનલોએ પાંચ રાજ્યોમાં કઇ પાર્ટીને કેટલી બેઠકો મળશે તેનું અનુમાન લગાવ્યું છે.
એક્ઝિટ પોલમાં શું પરિસ્થિતિ છે બંગાળની?
ABP તેમજ સી-વોટર એક્ઝિટ પોલ અનુસાર પશ્ચિમ બંગાળમાં કુલ 292 બેઠકો પૈકી તૃણમૂલ કોંગ્રેસને 152થી 164 સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જ્યારે, ભાજપને 109થી 121 અને કોંગ્રેસને 14થી 25 સીટો મળશે, તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. TMCને 42.1 ટકા, ભાજપને 39.1 ટકા અને કોંગ્રેસને 15.4 ટકા વોટ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ટાઈમ્સ નાઉ અને સી-વોટર એક્ઝિટ પોલ અનુસાર, બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સત્તા હાંસલ કરશે. TMCને 158, ભાજપને 115 અને લેફ્ટ-કોંગ્રેસને 19 સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આંકડાકીય માહિતી
આંકડાકીય માહિતી
અસમ અને તમિલનાડુમાં કોની સરકાર બનશે?
ઇન્ડિયા ટૂડે અને એક્સિસ માય ઈન્ડિયા પ્રમાણે અસમમાં ભાજપને 75થી 85, કોંગ્રેસને 40થી 50 અને 'અન્ય'ને 4 બેઠકો મળવાની સંભાવના છે. રિપબ્લિક-CNX અનુસાર, તમિલનાડુમાં DMK ગઠબંધનને 160-170 બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સત્તાધારી દળ AIDMKને 58-68 બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આંકડાકીય માહિતી
આંકડાકીય માહિતી
અન્ય એજન્સીઓના અનુમાન
આસામ
એજન્સી
ભાજપ
કોંગ્રેસ
અન્ય
ઈન્ડિયા ટૂડે એક્સેસ માય ઈન્ડિયા
75-85
40-50
1-4
સી વોટર
65
59
2
ટૂડેઝ ચાણક્ય
61-79
47-65
0-3
સીએનએક્સ
74-84
40-50
1-3
જન કી બાત
68-78
48-58
0
કેરળ
એજન્સી
એલડીએફ
યૂડીએફ
ભાજપ+
અન્ય
ઈન્ડિયા ટૂડે એક્સેસ માય ઈન્ડિયા
104-120
20-36
0-2
0-2
સી વોટર
74
65
1
0
ટૂડેઝ ચાણક્ય
93-111
26-44
0-6
0-3
સીએનએક્સ
72-80
58-64
1-5
0
જન કી બાત
-
-
-
-
તમિલનાડુ
એજન્સી
એઆઈએડીએમકે+
ડીએમકે+
એએમએમકે+
એમએનએમ+
ઈન્ડિયા ટૂડે એક્સેસ માય ઈન્ડિયા
38-54
175-195
1-2
0-2
સી વોટર
64
166
1
1
ટૂડેઝ ચાણક્ય
46-68
164-186
0
0-8
સીએનએક્સ
58-68
160-170
4-6
0-2
જન કી બાત
102-123
110-130
0
1-2
પુડ્ડુચેરી
એજન્સી
ભાજપ+
કોંગ્રેસ+
અન્ય+
ઈન્ડિયા ટૂડે એક્સેસ માય ઈન્ડિયા
20-24
6-10
0-1
સી વોટર
19-23
6-10
1-2
ટૂડેઝ ચાણક્ય
--
--
--
સીએનએક્સ
16-22
11-13
0-0
જન કી બાત
19-24
6-11
0-0
પશ્ચિમ બંગાળ
એજન્સી
ભાજપ
ટીએમસી
ડાબેરી+
અન્ય
ઈન્ડિયા ટૂડે એક્સેસ માય ઈન્ડિયા
134-160
130-156
0-2
0-1
સી વોટર
109-121
152-164
14-25
0-0
ટૂડેઝ ચાણક્ય
97-119
169-191
0-4
0-3
સીએનએક્સ
138-148
128-138
11-21
0-0
જન કી બાત
150-162
118-134
10-14
0-0
ક્યા રાજ્યમાં ક્યારે થયું હતું મતદાન ?
પશ્ચિમ બંગાળની 292 વિધાનસભા બેઠકો પર જુદા જુદા 8 તબક્કામાં મતદાન થયું હતું.
અસમની 126 બેઠકો પર જુદા જુદા 3 તબક્કામાં મતદાન થયું હતું.
તમિલનાડુની 234 બેઠકો માટે એક જ તબક્કામાં 6 એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું.
કેરળની 140 અને પુડ્ડુચેરીની 30 બેઠકો પર એક જ તબક્કામાં 6 એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું.