- ઉત્તરપ્રદેશના બદયુમાં બાળકો 15મી ઓગસ્ટની કરી રહ્યા છે તૈયારી
- ભગત સિંહનો રોલ કરનારો બાળક ફાંસીનો ગાળિયો પોતાના ગળામાં ભરાવી સ્ટૂલ પર ઉભો રહ્યો હતો
- અચાનક જ સ્ટૂલ ખસી જતા બાળક લપસી જતા ફાંસીનો ગાળિયો ગળામાં ભરાઈ જતા બાળકનું મોત થયું
- બાળકના પરિવારે બાળકનું પોસ્ટમોર્ટમ કર્યા વગર જ અંતિમ સંસ્કાર કરી દીધા હતા
બદાયુઃ ઉત્તરપ્રદેશમાં બાળકો ઘરે બેઠા 15મી ઓગસ્ટની તૈયારી કરી રહ્યા હતા. કોઈ ભગત સિંહ બન્યો હતો. તો કોઈ રાજગુરૂ કે સુખદેવ. ઘરમાં બાળકો એકલા એકલા રમત રમી રહ્યા હતા. તો આ રમતમાં ભગત સિંહ બનેલો એક બાળક ફાંસીનો ગાળિયો પોતાના ગળામાં ભરાવીને સ્ટૂલ પર ઉભો રહ્યો હતો. તે સમયે અચાનક જ સ્ટૂલ ખસી જતા બાળકનું ફાંસી લાગવાથી મોત થયું હતું. 10 વર્ષના આ બાળકનું મોત થતા તેના પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. તો પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કર્યા વગર જ બાળકના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.
આ પણ વાંચોઃઆંધ્ર પ્રદેશ: ગુંટૂર જિલ્લામાં શંકાસ્પદ હાલતમાં છ લોકોના મોત
કુંવરગામ વિસ્તારના બાવટ ગામની ઘટના
જોકે, આ મામલો બદાયુના કુંવરગામ વિસ્તારના બાવટ ગામનો છે. અહીં એક 9 વર્ષીય માસૂમ બાળક શિવમ પોતાના ઘરમાં બાળકોની સાથે રમી રહ્યો હતો. તેના માતાપિતા ખેતરોમાં કામ કરવા ગયા હતા. બાળકો આગામી 15 ઓગસ્ટને ધ્યાનમાં રાખી રમી રહ્યા હતા, જેમાં તમામ બાળકો અલગ અલગ રોલમાં જોવા મળ્યા હતા. જોકે, ભગતસિંહ બનેલા શિવમે ફાંસીનો ગાળિયો બનાવી તેને પોતાના ગળા પર ભરાવ્યો હતો. રમત દરમિયાન આ ગાળિયો તેના ગળામાં ફસાઈ જતા શિવમનું મોત થયું હતું.
આ પણ વાંચો-Video viral: આસામમાં ગુસ્સે ભરાયેલા જંગલી હાથીએ વ્યક્તિને કચડ્યો, થયું મોત
શિવમને ફાંસીએ લટકતો જોઈ અન્ય બાળકો ત્યાંથી ભાગી ગયા
તે સમયે અચાનક સ્ટૂલ પરથી શિવમ લપસી ગયો હતો અને ફાંસીનો ગાળિયો તેના ગળામાં ફસાતા તેનું મોત થયું હતું. શિવમને રસી પર લટકતા જોઈ અન્ય બાળકો પણ ગભરાઈ ગયા હતા અને ત્યાંથી ભાગી ગયા હતા. કેટલીક વાર પછી શિવમની માતા ઘરે પરત આવી તો તેણે શિવમને ફાંસી લટકાવતો જોયો હતો. તેણે શિવમને નીચે ઉતાર્યો હતો, પરંતુ ત્યાં સુધી તેનું મોત થઈ ગયું હતું. શિવમની મોતથી તેના પરિવારમાં શોકનો માહોલ છે. જેણે પણ આ ઘટના સાંભળી તે તમામ ચકીત રહી ગયા. તો બીજી તરફ પરિવારે શિવમનું પોસ્ટમોર્ટમ કર્યા વગર જ અંતિમ સંસ્કાર કરી દીધા હતા.