- જાણો તમિલનાડુમાં થયેલ ઘટના વિશે કૃષ્ણ કુમારની સાથે
- ધટનાની જાણ થતા પોલીસ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ
- કૃષ્ણ કુમારે ETV Bharat સાથે વાત કરી ધટના વિશે કરી
ચેન્નાઈ:તમિલનાડુના કુન્નુરમાં બુધવારે (Army helicopter crashe) થયું હતું આ હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત (CDS Bipin Ravat) અને તેમની પત્ની સહિત સેનાના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ હતા. સેના અને પોલીસ દ્વારા તાત્કાલિક ઘોરણે રેસ્ક્યુ ઓપરેશન (Rescue operation)હાથ ધરાયું છે. દુર્ઘટનાગ્રસ્ત લશ્કરી હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા.
કૃષ્ણ કુમારે ETV Bharat સાથે વાત કરી ધટના વિશે કરી
સ્થાનિક રહેવાસી કૃષ્ણ કુમારે ETV Bharat સાથે વાત કરી હતી તેણે કહ્યું કે, 'હું મારા ઘરકામથી અહીં આવ્યો હતો, ત્યારે અચાનક મને મોટા અકસ્માતનો અવાજ સંભળાયો હતો એટલે હું તે તરફ વળ્યો, મેં જોયું કે એક હેલિકોપ્ટર ઝાડ સાથે અથડાયું હતુ તે જગ્યાએ હું તપાસ માટે પહોંચ્યો હતો.
કૃષ્ણ કુમારે તાત્કાલિક પોલીસને ઘટના વિશે જાણકારી આપી
કૃષ્ણ કુમારે જણાવ્યું હતું કે, 'જ્યારે હું ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે હેલિકોપ્ટર સળગી રહ્યું હતું અને ચારેબાજુ ભારે ધુમાડો નીકળી રહ્યો હતો. મેં મારા પાડોશીને ફોન કરીને તુરંતજ ઘટના વિશે જાણ કરી હતી. આ પછી, અમે બન્નેએ તાત્કાલિક પોલીસને ઘટના વિશે જાણ કરી હતી. પ્રત્યક્ષદર્શી કૃષ્ણ કુમાર તમિલનાડુમાં તેમના ગામમાં પાણીની પાઈપ નાખવામાં વ્યસ્ત હતા તે દરમિયાન સેનાનું MI17VF હેલિકોપ્ટર ( MI17VF Helicopter) ક્રેશ થયું હતું.
કૃષ્ણ કુમારે કહ્યું ઘાયલોને બચાવા તુરંત પ્રયાસ કરાયા
કૃષ્ણ કુમારે કહ્યું, 'મેં જોયું કે દુર્ઘટના પહેલા કેટલાક મુસાફરો આગમાં સળગી ગયા હતા અને એક વ્યક્તિ ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાંથી બહાર આવ્યો હતો. હું તેને જોઈને ડરી ગયો હતો. આ પછી મેં સ્થાનિક લોકોને ફોન કર્યો હતો તેમણે મદદ માટે પોલીસ અને ફાયર સર્વિસને ફોન કરી દીધો હતો, વધુમાં તેણે કહ્યું કે તેણે ઘાયલોને બચાવા માટે હોસ્પિટલ લઈ ગયા હતાં.
આ પણ વાંચો:Bipin Rawat Chopper Crash: રાજનાથ સિંહ અને સ્પીકર ઓમ બિરલાએ શ્રદ્ધાંજલિ આપી
આ પણ વાંચો:Bipin Rawat Chopper Crash: ભારત અને યુએસ સંરક્ષણ ભાગીદારીના મજબૂત સમર્થક હતા: અમેરિકા