- જનતાને 20 વર્ષ પછી આમ આદમી પાર્ટીના રૂપમાં એક મજબૂત વિકલ્પ જોવા મળી રહ્યો છે
- કર્નલ અજય કોઠિયાલનું નામ જાહેર થતાંની સાથે જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે
- બંધારણીય રૂપે મુખ્યપ્રધાને 6 મહિનાની અંદર ચૂંટણી લડવાની છે
ઉત્તરકાશી: આમ આદમી પાર્ટી(AAP)ની ગંગોત્રી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કર્નલ અજય કોઠિયાલ(leader Colonel Ajay Kothiyal)નું નામ જાહેર થતાંની સાથે જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તે જ સમયે, કર્નલ અજય કોઠિયાલ(leader Colonel Ajay Kothiyal) આ બેઠક પર મુખ્યપ્રધાન તીરથ સિંહ રાવત(Chief Minister Tirath Singh Rawat)ને સીધો પડકાર આપશે. ETV Bharatના સંવાદદાતા વિપિન નેગીએ આપ નેતા કર્નલ અજય કોઠિયાલ(leader Colonel Ajay Kothiyal) સાથે ખાસ વાતચીત કરી હતી. જાણો એમણે બીજું શું કહ્યું ...
આ પણ વાંચોઃ આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે મનોજ સોરઠીયા
ઉત્તરાખંડના રાજકીય કોરિડોરમાં વાતાવરણ તીવ્ર બન્યું છે
આમ આદમી પાર્ટી(AAP)એ મુખ્યપ્રધાન તીરથ સિંહ રાવત(Chief Minister Tirath Singh Rawat)ને પેટાચૂંટણી માટે આપ નેતા કર્નલ અજય કોઠિયાલ(leader Colonel Ajay Kothiyal)ના રૂપમાં સીધો પડકાર આપ્યો છે. જેના કારણે ઉત્તરાખંડના રાજકીય કોરિડોરમાં વાતાવરણ તીવ્ર બન્યું છે. કર્નલ અજય કોઠિયાલે ETV Bharatને જણાવ્યું હતું કે, પેટા-ચૂંટણીમાં ઉમેદવાર તરીકેની તેમની પસંદગી ઉત્તરાખંડ પુનર્નિર્માણ સંકલ્પના અભિયાનનો એક ભાગ છે. બીજી તરફ, બંધારણીય રૂપે મુખ્યપ્રધાને 6 મહિનાની અંદર ચૂંટણી લડવાની છે અને ગંગોત્રી વિધાનસભામાં બેઠક ખાલી છે.
ઉત્તરાખંડમાં મોડલ કરશે સ્થાપિત
સરકાર પોતાના ફાયદા અને નુક્સાન માટે અટકળો લગાવે છે અને જો આવી સ્થિતિમાં મુખ્યપ્રધાન ચૂંટણીથી પીછે હઠ કરે છે અને બદલવામાં આવશે, તો સીધો સંદેશ જઇ રહ્યો છે કે, તે ખાલી મુખ્યપ્રધાન જ બદલી રહ્યા છે. કર્નલ અજય કોઠિયાલે જણાવ્યું હતું કે, ગંગોત્રી વિધાનસભા તેમની કર્મભૂમિ રહી છે. તેથી જ લોકો તેમને અહીંથી લડવાની પ્રેરણા આપી રહ્યા છે. વધુમાં કહ્યું કે, દરેક રાજકારણીની એક દ્રષ્ટિ હોવી જોઈએ. એ દ્રષ્ટિથી તેઓ ઉત્તરાખંડમાં એક મોડેલ સ્થાપિત કરશે.
આ પણ વાંચોઃગુજરાતમાં આમ આદમી પાર્ટીનો રાજકીય સ્ટંટ? પાર્ટી પ્રવક્તા નિકીતા રાવલને લઈ વિવાદ